Gujarat Rain News/ વાતાવરણમાં પલ્ટો, ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદ

ગુજરાતમાં વાતાવરણમાં અચાનક જ પલ્ટો આવ્યો છે. રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદ પડ્યો છે. વરસાદ પડવાના લીધે શહેરીજનોને ગરમીમાં રાહત મળી છે, પરંતુ ખેડૂતોના માટે માટે તો જાણે આફત ત્રાટકી છે.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 04 26T095725.806 વાતાવરણમાં પલ્ટો, ગુજરાતમાં અનેક સ્થળોએ વરસાદ

ગાંધીનગરઃ ગુજરાતમાં વાતાવરણમાં અચાનક જ પલ્ટો આવ્યો છે. રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદ પડ્યો છે. વરસાદ પડવાના લીધે શહેરીજનોને ગરમીમાં રાહત મળી છે, પરંતુ ખેડૂતોના માટે માટે તો જાણે આફત ત્રાટકી છે.

સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદે લોકોને ગરમીમાં રાહત કરી આપી છે. માંડવી તેમજ ઓલપાડ વિસ્તારમાં વરસાદ ત્રાટક્યો છે. માંગરોળ ઉમરપાડા પંથકમાં પણ વાતાવરણ વાદળછાયુ છે અને જાણી વરસાદ તૂટી પડવાની તૈયારીમાં છે. વરસાદના લીધે શાકભાજી અને કેરીના પાકને નુકસાનની ભીતિ છે.

સુરત જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. કામરેજ તાલુકામાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો. બારડોલી અને પલસાણા તાલુકાને વાદળે ઘેર્યુ હતુ. વાતાવરણને લઈને કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. કામરેજ માંડવી અને ઓલપાડમાં વરસાદ ત્રાટક્યો હતો. તેના પગલે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું છે.

નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક જ પલ્ટો આવ્યો હતો. ખેરગામ, વાંસદા, નવસારી અને જલાલપોર તાલુકામાં વરસાદ હતો. નવસારી શહેરમાં પણ માવઠુ ત્રાટક્યુ હતુ. સવારથી વાદળો ઘેરાયા બાદ વરસાદ પડ્યો હતો. વરસાદના લીધે નવસારીમાં પાક અને શાકભાજીમાં નુકસાનની ભીતિ છે અને ખેડૂતો ચિંતામાં છે.

ભાવનગરમાં વાતાવરણમાં અચાનક જ પલ્ટો આવ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર-ઝરમર વરસાદ પડ્યો હતો. મસ્તરામ બાપા મંદિર, ચિત્રા યાર્ડમાં વરસાદ થયો હતો. આખલોલ જગતનાકા, નારી ચોકડીમાં વરસાદ પડ્યો હતો.વરતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અંતરિયાળ વિસ્તારમાં પણ ક્યાંક-ક્યાંક વરસાદ પડ્યો હતો. અંતરિયાળ વિસ્તારમાં પણ ક્યાંક-ક્યાંક વરસાદ પડ્યો હતો.

આણંદમાં પણ વાતાવરણ બદલાતા અચાનક જ પલ્ટો આવ્યો હતો. વાતાવરમ બદલાતા ઠંડક પ્રસરી હતી. હળવો કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ગરમી વચ્ચે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ખેડા જિલ્લાને પણ વરસાદે તરબોળ કર્યો હતો. નડિયાદ, મહુધા, માતર, ડાકોરમાં વરસાદ પડ્યો હતો. નડિયાદ શહેરમાં સવારે વરસાદી છાંટણા પડ્યા હતા. વરસાદ પડવાના લીધે ગરમીમાં રાહત થઈ હતી. પણ તેના લીધે ખેડૂતોના ચહેરા પર ચિંતા જોવા મળી છે. વરસાદના લીધે ઉનાળુ પાકને નુકસાન થાય તેવી સંભાવના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પીએમ મોદીની મુલાકાત પહેલા ગુજરાતમાંથી શસ્ત્રોનો જંગી જથ્થો ઝડપાતા ખળભળાટ

આ પણ વાંચો: 30 વર્ષની વય વટાવી ચૂકેલી ગર્ભવતી મહિલાની સારવાર કરવાની ડોક્ટરે ના પાડી, આવું કારણ આપ્યું, ઓનલાઈન થઈ ચર્ચા

આ પણ વાંચો:  સુરતમાં ASIએ ભાઈને મોકલ્યો હતો લાંચ લેવા, ACBએ 5 લાખ લેતા રંગે હાથે ઝડપ્યો

આ પણ વાંચો: ભૂપત ભાયાણી તમારા ઘરેથી કોણ ગયું હતું કે, તમને ખબર પડી રાહુલ ગાંધીમાં આ ખામી છે:પ્રતાપ દૂધાત