Not Set/ રાજનૈતિક વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર મમતા દીદી સાથે કામ કરશે ?

ચૂંટણી અને રાજનૈતિક વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીને મળ્યા હતા અને પ્રશાંતે મમતા બેનરજી સાથે કામ કરવા માટેની સંમત દર્શાવી હોવાની વાત સૂત્રો દ્રારા કહેવામાં આવી રહી છે.  સૂત્રો દ્રારા પ્રાપ્ત માહિતી અનુસાર પ્રશાંત કિશોર જેમણે BJP, JDU અને YSR કોંગ્રેસની વ્યૂહરચના કરી હતી તે એક મહિના પછી મમતા બેનરજીની પાર્ટી TMC […]

Top Stories India Politics
prashantkMamta રાજનૈતિક વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર મમતા દીદી સાથે કામ કરશે ?

ચૂંટણી અને રાજનૈતિક વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીને મળ્યા હતા અને પ્રશાંતે મમતા બેનરજી સાથે કામ કરવા માટેની સંમત દર્શાવી હોવાની વાત સૂત્રો દ્રારા કહેવામાં આવી રહી છે.  સૂત્રો દ્રારા પ્રાપ્ત માહિતી અનુસાર પ્રશાંત કિશોર જેમણે BJP, JDU અને YSR કોંગ્રેસની વ્યૂહરચના કરી હતી તે એક મહિના પછી મમતા બેનરજીની પાર્ટી TMC માટે કાર્ય કરવાનું શરૂ કરશે. 

આપને જણાવી દઇએ કે પ્રશાંત કિશોર લોકસભા 2019 પહેલા જ નિતીશ કુમારની પાર્ટી JDUમાં જોડાયા હતા. અને નીતિશે પ્રશાંતને પાર્ટીનાં ઉપપ્રમુખ પણ બનાવ્યા હતા. જે હાલ પણ છે. લોકસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોરએ JDU માટે કામ કર્યું હતું અને BJP સાથેનાં જોડાણમાં 16 બેઠકો જીતવામાં મદદ કરી હતી.

prashant kishor reddy રાજનૈતિક વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર મમતા દીદી સાથે કામ કરશે ?

પ્રશાંત કિશોર હાલમાં આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડ્ડીની પાર્ટીએ મેળવેલી મોટી જીતનાં કારણે પણ વિશેષ ચર્ચામાં છે. તાજેતરમાં યોજાયેલી લોકસબા અને વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોર આંધ્રપ્રદેશના જગનમોહન રેડ્ડીની પાર્ટી માટે રણનીતિ બનાવી તેમને મોટી જીત સાથે સત્તા આપી હતી. પ્રશાંત કિશોરની ચૂંટણીની વ્યૂહરચનાને લીધે, જગન મોહન રેડ્ડીના વાયએસઆર કોંગ્રેસએ આંધ્ર પ્રદેશની બધી 25 બેઠકો જીતી અને 175 બેઠકમાંથી 150 બેઠકો જીતી લીધી. જેના પછી જગનમોહન રેડ્ડી રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા.
prashant kishore and mamata banerjee રાજનૈતિક વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર મમતા દીદી સાથે કામ કરશે ?

પ્રશાંત કિશોર, મમતા બેનરજી સાથે જોડાવાની રાજકીય મહત્તા પણ વધુ છે કારણ કે, પ્રશાંત કિશોરની ચૂંટણીની વ્યૂહરચનાને લીધે, મમતા બેનરજી ફરી એકવાર તેમની જમીનને મજબૂત કરવાની કોશિશ કરી રહી છે, જે ભાજપ લોકસભા ચૂંટણીમાં હચમચી ગઈ છે. આ જ કારણ છે કે 2021 વિધાનસભાની ચૂંટણી સાથે મમતા બેનરજી પ્રશાંત કિશોરને પોષશે.

prashankMamta1 રાજનૈતિક વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર મમતા દીદી સાથે કામ કરશે ?

અત્યારનાં સમયને જોતા રાજનૈતિક ચાણક્ય તરીકે પ્રખ્યાત પ્રશાંત કિશોરની ચૂંટણી વ્યૂહરચનાની જરૂરીયાત પં.બંગાળનાં મુખ્યમંત્રી અને TMCનાં પ્રમુખ મમતા બેનરજીને સૌથી વધુ છે કારણ કે ભાજપ દ્રારા મમતાના બંગાળગઢમાં ખાસા ગાબડા પાડી દેવામા આવ્યા છે. પ્રશાંત કિશોર, મમતા બેનરજી સાથે જોડાય તે મમતા દીદી માટે રાજકીય રાતે અત્યંત મહત્વનું છે. પ્રશાંત કિશોરની ચૂંટણીની વ્યૂહરચનાને લીધે મમતા બેનરજી ફરી એકવાર તેમની જમીન પર મજબૂત થવાની કોશિશ કરી રહી છે. અને માટે જ 2021 વિધાનસભાની ચૂંટણીમાં પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા મમતા બેનરજી પ્રશાંત કિશોરને પોષશે તે  સ્પષ્ટ પણે દેખાઇ રહ્યું છે.