છોટા ઉદેપુર/ શુ આવી રીતે ભણશે ગુજરાત, શૈક્ષણિક સત્ર શરૂ થવા છતાં શિક્ષકો વેકેશનના મૂડમાં

છોટા ઉદેપુરમાં બાળકો શાળા ખુલવાની રાહ જોઇને બેઠા છે. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા છતાં છોટા ઉદેપુરની શાળામાં શિક્ષકો વેકેશન મૂડમાં છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 15T115713.108 શુ આવી રીતે ભણશે ગુજરાત, શૈક્ષણિક સત્ર શરૂ થવા છતાં શિક્ષકો વેકેશનના મૂડમાં

Chotaudaipur News : છોટા ઉદેપુરમાં બાળકો શાળા ખુલવાની રાહ જોઇને બેઠા છે. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા છતાં છોટા ઉદેપુરની શાળામાં શિક્ષકો વેકેશન મૂડમાં છે. વેકેશન બાદ રાજ્યની મોટાભાગની શાળાઓ ખુલી ગઈ છે. છતાં છોટાઉદેપુરના નસવાડીમાં વિદ્યાર્થીઓ શાળા પ્રવેશથી વંચિત છે. નસવાડી વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકોની રાહ જોઈ રહ્યા છે.

આ સપ્તાહથી રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. 35 દિવસના વેકેશન બાદ શાળાઓ ખુલતા વિદ્યાર્થીઓ પણ ઉત્સાહમાં છે. પરંતુ છોટાઉદેપુરની નસવાડીની હરિપુરા વદેશીયા શાળાના શિક્ષકો હજુ પણ રજાના મૂડમા છે. વેકેશન પૂર્ણ થયા બાદ હરિપુરાની વદેશીયા શાળાના શિક્ષકો હાજર થયા નથી. નવા સત્રના પ્રારંભ થતા વિદ્યાર્થીઓ રાબેતા મુજબ શાળાએ ગયા હતા. પરંતુ શાળા ખુલી જ નહોતી. આદિવાસી બાળકો ને ભણવું છે પણ શાળામાં શિક્ષકો ના હોવાથી લાચાર છે. આ શાળામાં 12 જેટલાં બાળકો શિક્ષકોની ગેરહાજરીના કારણે શાળા ન ખુલતા બેસી રહ્યા. શું આ બાળકોને ભણવાનો અધિકાર નથી? કેમ હજુ પણ શિક્ષકો શાળામાં હાજર નથી થયા ? બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવાનો શિક્ષકોને અધિકાર નથી ?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સિક્કિમના લાચુંગમાં વડોદરાનો પરિવાર ફસાયો

આ પણ વાંચો: ગુજરાત યુનિ.એ 17 કરોડની ગેરરીતિના મામલે કમલજીત લખતરિયાને સસ્પેન્ડ કર્યા

આ પણ વાંચો: જૂનાગઢમાં દલિત યુવાનને માર મારવાના મામલે ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓ જેલમાં