IPL/ શું IPL-14 ની ફાઈનલ મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે?

ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ રમી રહી છે, જે બાદ ટી-20 અને વન ડે રમશે.

Sports
Mantavya 43 શું IPL-14 ની ફાઈનલ મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે?

ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ રમી રહી છે, જે બાદ ટી-20 અને વન ડે રમશે. પરંતુ ક્રિકેટ ફેન્સ આ પછી IPL-14 ની ખૂબ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જી હા, ફેન્સની આતુરતાનો થોડા દિવસો બાદ અંત આવી જશે. જો કે હાલમાં એ વાતની પણ અટકળો ચાલી રહી છે કે IPL-14 ની ફાઇનલ અને નોકઆઉટ મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઇ શકે છે.

Cricket / બે દિવસમાં હારનો સ્વાદ ચાંખનારી ઈંગ્લેન્ડ ટીમ શું ICC ને પિચ અંગે કરશે ફરિયાદ? જાણો

જી હા, ભારતીય ક્રિકેટ બોર્ડ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ ની 14 મી સીઝનની નોકઆઉટ અને અંતિમ મેચનું આયોજન કરી શકે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ બાદ તાજેતરમાં નવનિર્મિત સ્ટેડિયમને ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. સ્ટેડિયમની નવી પિચ પર રમાયેલી પહેલી ટેસ્ટ માત્ર બે દિવસ ચાલી હતી. બે દિવસનાં ગાળામાં ભારત એક જ્યારે ઈંગ્લેન્ડની ટીમ બે વાર ઓલઆઉટ થઇ હતી. પીટીઆઈમાં પ્રકાશિત થયેલા સમાચારો અનુસાર બીસીસીઆઈએ મુંબઇમાં 14 મી આઈપીએલ સીઝન યોજવાનું નક્કી કર્યું છે. એટલે કે, લીગ મેચ મુંબઇનાં વાનખેડે, બ્રેબોર્ન, ડીવાઈ પાટિલ અને રિલાયન્સ સ્ટેડિયમ હોવાથી બાયો સિક્યોર બબલ તૈયાર કરીને 8 અઠવાડિયા સુધી ચાલેલી ટૂર્નામેન્ટનું આયોજન કરવું યોગ્ય રહેશે. પરંતુ મહારાષ્ટ્રમાં કોવિડ-19 નાં કેસોમાં વધારો થતાં પરિસ્થિતિ ફરી ગંભીર બની છે.

Cricket / કોહલીએ ગુજરાતીમાં કર્યા અક્ષરનાં વખાણ, સાંભળી તમે પણ કહેશો વાહ ભાઈ વાહ!

બીસીસીઆઈનાં એક વરિષ્ઠ અધિકારીએ ગોપનીયતાની શરતે પીટીઆઈને કહ્યું, “આઈપીએલ શરૂ થવામાં હજી એક મહિનો બાકી છે. પરંતુ કેટલાક નિર્ણયો લેવાના બાકી છે. મુંબઈ શહેરમાં આયોજન કરવું જોખમકારક રહેશે, કારણ કે અહી હજી પણ કેસ વધી રહ્યા છે.” તેમણે કહ્યું કે, જેથી હૈદરાબાદ, બેંગલુરુ અને કોલકાતા જેવા શહેરો મેચનું આયોજન કરવા માટે તૈયાર હશે. આ ઉપરાંત આઇપીએલ પ્લે ઓફ અને ફાઈનલ મેચ અમદાવાદ હોસ્ટ થવાની સંભાવના છે. આઈપીએલ એપ્રિલનાં બીજા અઠવાડિયામાં શરૂ થશે. ગયા વર્ષે રોગચાળાને લીધે યુએઈમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું.”

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ