Not Set/ આવતીકાલે નવી કોરોના SOP જાહેર થશે ?, નાઇટ કર્ફ્યૂનો સમય 12થી 5નો કરવા વિચારણા

છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.ત્યારે 27 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ સહિતના નિયંત્રણોની 11મી ફેબ્રુઆરીએ અવધિ પૂર્ણ થઈ રહી છે, ત્યારે 10 ફેબ્રુઆરી સુધીમાં નવી ગાઇડલાઇન આવી શકે છે.

Top Stories Ahmedabad Gujarat
CORONA

ગુજરાતમાં હવે કોરોનાની ત્રીજી લહેર અંત તરફ જઈ રહી છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.ત્યારે 27 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ સહિતના નિયંત્રણોની 11મી ફેબ્રુઆરીએ અવધિ પૂર્ણ થઈ રહી છે, ત્યારે 10 ફેબ્રુઆરી સુધીમાં નવી ગાઇડલાઇન આવી શકે છે.

આ પણ વાંચો: યુપી ચૂંટણી માટે કોંગ્રેસનો ઢંઢેરો જાહેર, કહ્યું- 10 દિવસમાં ખેડૂતોની લોન માફી

આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠકમાં કોરોનાના ઘટી રહેલા કેસોની સમીક્ષા અને નિયંત્રણો હળવા કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કેબિનેટમાં ચર્ચા થયા બાદ આવતીકાલે મળનારી કોર કમિટીની બેઠકમાં નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવશે. જેમાં નાઇટ કર્ફ્યૂ 10થી સવારના 6 વાગ્યાને બદલે રાત્રે 12થી સવારના 5 વાગ્યા સુધી અને કેટલાક શહેરોમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવવામાં આવી શકે છે.

આપને જણાવી દઈએ કે, રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ યોજાતા લગ્ન પ્રસંગ 150 વ્યક્તિઓની મર્યાદામાં અને ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગ 300ની સંખ્યામાં યોજી શકાશે. જ્યારે 8 મહાનગર સહિત 27 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ યથાવત રાખ્યો છે. આ 8 મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂ હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કર્ફયુ અમલમાં છે.

દેશમાં કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોનાની ત્રીજી લહેર ધીમે ધીમે ઓછી થઈ રહી છે અને સરકારો દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણો હળવા કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 71,365 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં 5.5% વધુ છે. છેલ્લા 24 કલાકમાં આ વાયરસને કારણે 1217 લોકોનાં મોત થયા છે, જેમાંથી 824 લોકોએ એકલા કેરળમાં જીવ ગુમાવ્યા છે. દેશમાં આ રોગચાળાથી મૃત્યુઆંક વધીને 5,05,279 થઈ ગયો છે. ભારતનો સક્રિય કેસ લોડ હાલમાં નવ લાખથી ઘટીને 8,92,828 પર આવી ગયો છે, કુલ કેસનો સક્રિય દર પણ ઘટીને 2.11% થયો છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ 4.5% પર પહોંચી ગયો છે. આ સાથે દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,70,87,06,705 કરોડ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 53,61,099 લોકોને રસી આપવામાં આવી છે. રિકવરી રેટ હાલમાં 96.70% છે. છેલ્લા 24 કલાકમાં 1,72,211 સાજા થવા સાથે, આ રોગચાળામાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,10,12,869 થઈ ગઈ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 15,71,726 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેનાથી દેશમાં ટેસ્ટની કુલ સંખ્યા 74,46,84,750 થઈ ગઈ છે.

આ પણ વાંચો: તાંત્રિક બનેલા સિદ્ધુ ચૂંટણી મંચ પર મંત્ર પાઠ કરતા જોવા મળ્યા, વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો: અદાણીને પાછળ છોડી અંબાણી એશિયાના સૌથી ધનિક, માર્ક ઝકરબર્ગ 14માં સ્થાને