Crude Oil Price/ ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે, કાચા તેલની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો

જણાવી દઈએ કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત નક્કી કરવામાં ક્રૂડ ઓઈલની કિંમતો મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જો ક્રૂડ ઓઈલની કિંમતમાં…

Top Stories Business
Petrol Diesel Price

Petrol Diesel Price: મોંઘવારીથી પરેશાન લોકો માટે આવનારો સમય રાહત આપનારો બની શકે છે. વાસ્તવમાં આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ માર્ચ મહિનાથી સ્થિર છે. જોકે આગામી સમયમાં તેમાં વધુ ઘટાડો થઈ શકે છે.

વિશ્વભરમાં મંદી વચ્ચે એક રાહતના સમાચાર છે કે કાચા તેલની કિંમતમાં ખૂબ જ સારો ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને 100 ડોલર થઈ ગઈ છે. છેલ્લા ટ્રેડિંગ દિવસમાં ત્રણ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા બાદ ગુરુવારે પણ તેની કિંમત નીચે આવી ગઈ છે. ક્રૂડ ઓઈલની કિંમતોમાં આ જંગી ઘટાડાથી દેશમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવાની આશા વધી ગઈ છે.

સંભવિત વૈશ્વિક મંદીની આશંકા વચ્ચે તેલની માંગ અંગે ચિંતા વધી છે. બ્રેન્ટ ક્રૂડનો વાયદા દર 99.98 ડોલરના સ્તર પર આવી ગયો છે. અગાઉ મંગળવારે WTI ક્રૂડમાં 8 ટકા અને બ્રેન્ટ ક્રૂડમાં 9 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જણાવી દઈએ કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત નક્કી કરવામાં ક્રૂડ ઓઈલની કિંમતો મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જો ક્રૂડ ઓઈલની કિંમતમાં એક ડોલરનો વધારો થાય છે તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 50 થી 60 પૈસાનો વધારો થાય છે.

વાસ્તવમાં, ભારત તેની પેટ્રોલિયમ જરૂરિયાતના 85 ટકાથી વધુ બહારથી આયાત કરે છે. આ કારણથી જો ક્રૂડ ઓઈલની કિંમત વધે છે તો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધે છે.

આ પણ વાંચો: Single Use Plastic Ban / 48 ટીમો દિલ્હીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકશે, હેલ્પલાઇન નંબર જાહેર કરાયો

આ પણ વાંચો: T20I Series / T20 માં મેચની શક્યતા કેટલી? જાણો ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની પ્રથમ T20 મેચનું હવામાન

આ પણ વાંચો: બેઠક / નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામની એપેક્ષ કમિટીની પ્રથમ બેઠક યોજાઈ : મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ હાજરી