સ્વચ્છતા/ વિશ્વામિત્રી નદીનો પ્રોજેકટ પરિપૂર્ણ થશે ? સર્વેમાં કરોડો ખર્ચાયા પરતું જૈસે થે જેવી સ્થિતિ

વિશ્વામિત્રી પ્રોજેકટ પરિપૂર્ણ થશે કે કેમ એ જોવાનુ રહ્યું

Top Stories
vadodra વિશ્વામિત્રી નદીનો પ્રોજેકટ પરિપૂર્ણ થશે ? સર્વેમાં કરોડો ખર્ચાયા પરતું જૈસે થે જેવી સ્થિતિ

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનો ચુકાદા બાદ વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. જ્યારે મહાનગરપાલિકા કચેરી ખાતે વિશ્વામિત્રી શુદ્ધિકરણ અંતર્ગત બેઠક દોર શરૂ થયો છે. મેયર કેયુર રોકડિયાએ પર્યાવરણવિદો સાથે બેઠક યોજી હતી. જેમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ તૈયાર કરવા અને તેના સર્વે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.આ પ્રોજકટ માટે અનેકવાર સર્વે કરવામાં આવ્યા પરતું પ્રોજેકટનું કામ થતું જ નથી,શુ હવે પ્રોજેકટ પરિપૂર્ણ થશે કે કેમ તે જોવાનું રહ્યું .સર્વેમાં કરોડો ખર્ચાયા છે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનો ચુકાદા બાદ વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. વિશ્વમિત્રી શુદ્ધિકરણ અંગે બેઠકોનો દોર પણ મેયર કેયુર રોકડીયાની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવ્યો છે. એક બાજુ શહેરના ભાજપ અધ્યક્ષ વિજય શહેર વડોદરા ટીમ અંતર્ગત વિશ્વામિત્રી નદીનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે અને કરોડો રૂપિયા સરકાર પાસે પ્રોજેક્ટ પણ પાસ કરવા તૈયાર છે, ત્યારે બીજી બાજુ ગ્રીન ટ્રીબ્યુનલ ના ચુકાદા બાદ આજે પર્યાવરણવિદો રોહિત પ્રજાપતિ અને તેમની ટીમ સાથે મેયર કેયુર રોકડિયાએ એક બેઠક યોજી હતી. વિશ્વામિત્રી નદી પુનઃ જીવીત કરવા માટે પર્યાવરણવિદો આગળ આવ્યા છે.

વિશ્વામિત્રી નદી કેવી રીતે ચોખ્ખી કરવી દબાણો કેવી રીતે દૂર કરવા ડિજિટલ મેપિંગ કેવી રીતે કરવો તેને લઈને ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. વિશ્વામિત્રી નદીને લઈને પર્યાવરણવિડ નિસ્વાર્થભાવે નદીને પુનઃજીવીત કરવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી લડી રહ્યા છે તેઓની ઈચ્છા છે કે, વિશ્વામિત્રી નદી જે પવિત્રનદી છે તે ચોખ્ખી થઈ જાય નદી પહોળી થઇ જાય અને તેની પર આવેલા દબાણો છે તેને પણ તોડી નાખવામાં આવે છે.

વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટ માટે સરકાર  દ્વારા જે ગ્રાંટ આપવામાં આવે છે તેને યોગ્ય વહીવટ કરવામાં આવતો નથી. અગાઉ પણ જ્યારે બાળુ શુક્લ મેયર હતા, ત્યારે વિશ્વામિત્રી નદીનું તેઓએ અભિયાન ઉઠાવ્યું હતું અને ત્યાર બાદ વિશ્વામિત્રી નદીની કામગીરી ચાલું કરીને કચરો પણ હટાવવામાં આવ્યો હતો, ત્યારબાદ એક કામગીરી બંધ થઈ ગઈ હતી, ત્યારબાદ તેઓ સાંસદ પણ બન્યા હતા. વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને કોઈપણ કામગીરી કરવામાં આવી ન હતી. અગાઉ પણ વિશ્વામિત્રને લઈને મોટી વાતો થઈ ચૂકી છે હવે ફરી વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટનું ભૂત ધુણ્યુ છે.

વિશ્વામિત્રી નદીના પટ પર થયેલા ગેરકાયદેસર બાંધકામ જેમાં બિલ્ડર, હોટલ, પ્લોટ સ્કૂલ-કોલેજ, ધંધાકીય પ્લોટ પણ આવેલા છે. તેનો પણ તોડવાનો વારો આવી શકે છે તેના પર પણ રાજકારણીઓ અને મોટા માથાઓ ભ્રષ્ટાચાર પણ આચરશે. ત્રણ પેઢીથી નાગરિકો માત્ર વિશ્વામિત્રીના સ્વપ્ન જોઇ રહી છે અને પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો નથી જ્યારે અમદાવાદમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો દેવામાં આવ્યો હતો અને તૈયાર પણ કરી દેવામાં આવ્યો હતો. તો સરકાર કોની રાહ જુએ છે જેને અમદાવાદમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બનાવ્યો હોય તેવા અથવા અન્ય જેને મેટ્રો સિટીમાં કામગીરી કરી હોય તેવા લોકોને પણ પ્રોજેક્ટ આપી દે તો વિશ્વામિત્રી પુનર્જીવિત થઈ શકે છે પરંતુ મોટા માથાઓ રાજકારણીઓ અને સંગઠનના હોદ્દેદારોને માત્ર આમાં સરકાર પાસે રૂપિયા આવે તે યેનકેન પ્રકરણે ઉડાવી દેવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી પ્રોજેકટ માટે અનેકવાર સર્વે કરવામાં આવ્યા છે અને પ્રોજેકટ અભરાઇ પર ચડાવી દેવામાં આવે છે શું કરોડોનો ખર્ચો કરીને જૈસૈ થે જેવી નીતિનું નિર્માણ પામે છે.શું આ વખતે પ્રોજેકટ પૂર્ણ થશે કે કેમ તે જોવાનું રહ્યું .