Nitin Gadkari/ ડીઝલ વાહનો પર 10% વધારાનો ટેક્સ લાગશે? કેન્દ્રીય મંત્રીએ કરી સ્પષ્ટતા

ભારતમાં ડીઝલ એન્જિનના વાહનો ખરીદવાનું ટૂંક સમયમાં મોંઘુ થઈ શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા આ અંગે નિવેદન આપ્યું છે.

Top Stories India
Web Story 8 1 ડીઝલ વાહનો પર 10% વધારાનો ટેક્સ લાગશે? કેન્દ્રીય મંત્રીએ કરી સ્પષ્ટતા

ભારતમાં ડીઝલ એન્જિનના વાહનો ખરીદવાનું ટૂંક સમયમાં મોંઘુ થઈ શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે મંગળવારે દિલ્હીમાં SIAM દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું કે, પ્રદુષણ એક ગંભીર સમસ્યા છે. જેના કારણે આપણા સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થઈ રહી છે. મેં છેલ્લા આઠ-10 દિવસથી એક પત્ર તૈયાર કર્યો છે, જે હું તેમને વિનંતી કરવા જઈ રહ્યો છું. નાણામંત્રી આજે સાંજે 5.30 વાગ્યે મારા ઘરે મીટિંગ માટે આવવાના છે. ભવિષ્યમાં, ડીઝલ પર ચાલતા તમામ એન્જિનો પર વધારાનો 10 ટકા GST લાદવો. જેથી તેનું ટ્રાન્સફોર્મેશન જલ્દી થાય, નહીં તો લોકો ઝડપથી સાંભળવાના મૂડમાં નથી.

વાહન નિર્માતાઓને વિનંતી કરી

કેન્દ્રીય મંત્રીએ વાહન નિર્માતાઓને પેટ્રોલ-ડીઝલને બદલે વૈકલ્પિક ઇંધણ સાથે દેશમાં વધુને વધુ ઇલેક્ટ્રિક અને અન્ય ટેક્નોલોજી વાહનો લાવવા અનુરોધ કર્યો હતો. જેથી પ્રદુષણ ઘટાડી શકાય.

આ કાર્યક્રમ બાદ સોશિયલ મીડિયા પર શું કહ્યું?

કેન્દ્રીય મંત્રીએ કાર્યક્રમમાં ડીઝલ એન્જિન પર વધારાના 10 ટકા GST લાદવા અંગેના તેમના અગાઉના નિવેદન બાદ બીજી વખત તેમણે કહ્યું કે, 2014 બાદ 22% ડીઝલ વાહનો ઘટીને 18% થઈ ગયા છે. હવે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી વધી રહી હોવાથી વાહનોની સંખ્યા વધવી જોઈએ નહીં. તમે પણ તમારા સ્તરે નિર્ણયો લો, જેથી ડીઝલ વાહનો ઓછા થાય. જો આમ નહીં થાય તો હું નાણામંત્રીને ભલામણ કરીશ કે ડીઝલ વધુ પ્રદૂષણ ફેલાવે છે. તેના પર વધારાનો 10 ટકા ટેક્સ લાદવો જોઈએ.

નીવેદન બાદ કેન્દ્રીય મંત્રીનું ટ્વીટ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા આપવામાં આવેલા 10 ટકા વધારાના જીએસટીના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર એક ટ્વીટ પણ કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે તે સ્પષ્ટ કરવું જરૂરી છે કે આવી કોઈ દરખાસ્ત હાલમાં સરકાર દ્વારા સક્રિય વિચારણા હેઠળ નથી.

WhatsApp Image 2023 09 12 at 5.46.51 PM ડીઝલ વાહનો પર 10% વધારાનો ટેક્સ લાગશે? કેન્દ્રીય મંત્રીએ કરી સ્પષ્ટતા

આ પણ વાંચો: Nuh Violence/ મોનુ માનેસરની ધરપકડ, 8 મહિનાથી ફરાર વોન્ટેડ આરોપી કોણ છે જાણો…

આ પણ વાંચો: Gujarat/ શું ગુજરાત સરકારનું કોમન યુનિવર્સિટી બિલ માનહાનિના કેસમાં મજબુત હશે કેજરીવાલની દલીલ, ચાલો જોઈએ 

આ પણ વાંચો: Jinping Revolt/ બળવાના ડરે જિનપિંગે અનેક ઉચ્ચ અધિકારીઓની ધરપકડ કરી