Property News/ શું 2024માં રિયલ એસ્ટેટ ક્ષેત્રે આવશે તેજી…

રિયલ એસ્ટેટ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે જેમાં રોકાણકારો લાંબા ગાળા માટે મિલકતોમાં રોકાણ કરવાનું વિચારતા હોય છે. પછી એ મેટ્રો સિટી હોય કે સ્મોલ ટાઉન! 2023નું વર્ષ રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખૂબ સારૂ રહ્યું છે.

Business
રિયલ એસ્ટેટ

Property News: રિયલ એસ્ટેટ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે જેમાં રોકાણકારો લાંબા ગાળા માટે મિલકતોમાં રોકાણ કરવાનું વિચારતા હોય છે. પછી એ મેટ્રો સિટી હોય કે સ્મોલ ટાઉન! 2023નું વર્ષ રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખૂબ સારૂ રહ્યું છે. ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.8 % ઊંચો રહ્યો છે. તેથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે બેકિંગ ક્ષેત્ર પણ આગળ રહ્યું છે. ઉપરાંત, હવે IT ક્ષેત્ર સિવાય દરેક ક્ષેત્ર પગપેસારો કરી રહી છે. મેટ્રો ટ્રેન, નવા એરપોર્ટ, હાઈવે બનવાથી ઈન્ફ્રાસ્ટક્ચરને વેગ મળી રહ્યો છે. જેથી 2024માં પ્રોપર્ટીના ભાવો આસમાને જવાની સંભાવના વર્તાઈ રહી છે.

2023ના પહેલા 9 મહિનામાં તેજીનો વાયરો ફૂંકાયો હતો કે વર્ષ 2022ની કમી પૂરી કરી દીધી હતી. પ્રોપર્ટીની કિંમતો દિનપ્રતિદિન વધી રહી છે, 10 વર્ષ પહેલા જે ફ્લેટ કે પ્લોટ 250 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટના ભાવે મળતા હતા, તે હવે 2000 થી 2500 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટના ભાવે મળે છે. એટલે કે ભાવ 10 ગણાથી વધુ વધી ગયા છે. 2020 પછી રિયલ એસ્ટેટ માર્કેટમાં પ્રોપર્ટીની કિંમતોમાં વધુ વધારો થયો છે.

વિવિધ અહેવાલો પરથી જાણવા મળ્યું છે કે, વર્ષ 2023માં દેશના મુખ્ય મહાનગરોમાં પ્રોપર્ટીના ભાવમાં વધારો થયો છે. જોકે, ઊંચા વ્યાજ દરોને કારણે વેચાણ એટલું થયું ન હતું. રૂપિયા 50 લાખથી ઓછા બજેટવાળા મકાનોના વેચાણમાં ઘટાડો થયો છે, જ્યારે પ્રીમિયમ સેગમેન્ટની પ્રોપર્ટીના ભાવમાં મજબૂત માગ સાથે વધારો થતો જોવા મળ્યો છે.

કોરોના બાદ મોટા મકાનોની લોકો ઝંખના કરતા જોવા મળ્યા છે. તેમજ બેંકો હોમલોન સસ્તા વ્યાજદરે આપતી હોવાથી લક્ઝરી હાઉસના વેચાણમાં વધારો થયો છે. એક ખાનગી એજન્સીના રિપોર્ટ મુજબ પ્રોપર્ટીની કિંમતોમાં 24 ટકા ઉછાળો થયો છે. આવનારા સમયમાં યુવા વર્ગના લોકો ટિયર-2 સિટી તરફ વળી રહ્યાં છે. ખાનગી એજન્સીના પ્રકાશિત અહેવાલમાં રિયલ એસ્ટેટ નિષ્ણાતના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે સુપર-લક્ઝરી હાઉસિંગ માર્કેટનું હતું. ભાવ અને માગ બંને ઊંચા સ્તરે પહોંચી ગયા હતા. તેમના મતે, સુપર-લક્ઝરી પ્રોપર્ટીની માગ 2024માં ચાલુ રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Stock Market/શેરબજારમાં આજે મિશ્ર વલણ, સારી શરૂઆત બાદ બજાર બંધ થવાના સમયે જોવા મળ્યો ઘટાડો

આ પણ વાંચો:DGCA/ભારતમાં વધુ બે નવી ફ્લાઇટ ટ્રેનિંગ સંસ્થાઓ બનશે, DGCAએ આપી મંજૂરી, જાણો કુલ કેટલા છે?

આ પણ વાંચો:Stock Market/શેરબજારમાં આજે ધમાકેદાર શરૂઆત, સેન્સેક્સ 71,770 અને નિફ્ટી 21,653 ના સ્તર પર ખુલ્યો