ગુજરાત/ શું રાજયમાં ફરી લોકડાઉન થશે કે નાઇટ કરફ્યુ? 24 કલાકમાં લેવાઈ શકે છે નિર્ણય

ગુજરાતમાં એક તરફ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી બાજુ કોરોનાનાં કારણે રાજ્યનાં 4 મહાનગરોમાં જાહેર કરવામાં આવેલી લોકડાઉનની સમયમર્યાદા આવતી કાલે પૂર્ણ થવા જઈ રહી છે.

Gujarat Others
ગરમી 81 શું રાજયમાં ફરી લોકડાઉન થશે કે નાઇટ કરફ્યુ? 24 કલાકમાં લેવાઈ શકે છે નિર્ણય

ગુજરાતમાં એક તરફ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી બાજુ કોરોનાનાં કારણે રાજ્યનાં 4 મહાનગરોમાં જાહેર કરવામાં આવેલી લોકડાઉનની સમયમર્યાદા આવતી કાલે પૂર્ણ થવા જઈ રહી છે. કોરોનાનાં કારણે રાજ્યમાં સ્થિતિ ખરાબ થવાથી ફરી એકવાર લોકડાઉન પાછુ આવી શકે તેવી અફવાઓએ જોર પકડ્યુ છે. ત્યારે આ અંગેનો નિર્ણય લેવાઇ શકે છે.

હાય ગરમી: રાજયમાં ગરમીએ ઉંચક્યું માથુ, 4 શહેરોમાં તાપમાન 35 ડિગ્રી પાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદથી સતત કોરોનાનાં કેસ વધી રહ્યા છે ત્યારે અમદાવાદ અને સુરતમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહી પણ કોરોનાનાં કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. જો સ્થિતિ બેકાબુ થવાથી રોકવી હોય તો જનતાએ સરકારની ગાઇડલાઇન્સને ફોલો કરવી જ પડશે. અન્યથા મુસિબત સામે આવીને જ ઉભી છે. રાજ્યમાં ઘણા લોકો આ વાયરસને હવે સામાન્ય સમજી બેઠા છે, પરંતુ જે લોકો આ વાયરસનાં કહેરથી ગુજરી ચુક્યા છે, જો તેમના અનુભવોની વાત કરીએ તો આ વાયરસ ન થાય તેટલુ જ સારુ છે.

વિરોધ પ્રદર્શન / ફ્રેન્ચ ઓસ્કર સેરેમનીમાં Nude થઇ એક્ટ્રેસ, સરકાર વિરુદ્ધ લગાવ્યા નારા

આપને જણાવી દઇએ કે, રાજ્યનાં 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં રાત્રીનાં 12 થી 6 વાગ્યા સુધી કર્ફ્યુ લગાયેલું છે. ત્યારે આ સમય મર્યાદા 15 માર્ચે પૂર્ણ થવાના આરે છે. ત્યારે તેને લઈને અટકળો ચાલી રહી છે. ત્યારે આ અંગેનાં નિર્ણય માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કાલે હાઇ લેવલની મિટિંગ યોજાશે. જેમાં તે અંગેનાં નિર્ણય લેવાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ