Not Set/ જળવાયુ પરિવર્તન ભરખી જશે ભારતનાં આ ચાર મહાનગરોને ? શું થશે સુરતનું ?

વિશ્વભરમાં જળવાયુ પ્રદુષ્ણ અને પરિર્વતનનાં કારણે હાહાકાર મચેલો જોવામાં આવી રહ્યો છે. ક્યાંક વાવાઝોડા અવે છે, તો ક્યાંક હદ બહારનો વરસાદ, ક્યાંક ભૂકંપ આવે છે, તો ક્યાંક આગ લાગીને લાખો કિલોમીટર રાખનાં ઢેરમાં ફેરવાઇ જાય છે. ગ્લેશીયર ઓગળી રહ્યા છે. તડકો અસહ્ય વધી રહ્યો છે, અડધી દુનીયા પૂરનો પ્રકોપ વેઠી રહી છે. ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન […]

Top Stories India
global warming natural 845901 જળવાયુ પરિવર્તન ભરખી જશે ભારતનાં આ ચાર મહાનગરોને ? શું થશે સુરતનું ?

વિશ્વભરમાં જળવાયુ પ્રદુષ્ણ અને પરિર્વતનનાં કારણે હાહાકાર મચેલો જોવામાં આવી રહ્યો છે. ક્યાંક વાવાઝોડા અવે છે, તો ક્યાંક હદ બહારનો વરસાદ, ક્યાંક ભૂકંપ આવે છે, તો ક્યાંક આગ લાગીને લાખો કિલોમીટર રાખનાં ઢેરમાં ફેરવાઇ જાય છે. ગ્લેશીયર ઓગળી રહ્યા છે. તડકો અસહ્ય વધી રહ્યો છે, અડધી દુનીયા પૂરનો પ્રકોપ વેઠી રહી છે.

ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જનું કહેવું છે કે, સમુદ્ર સપાટી પહેલાં કરતાં અત્યંત ઝડપથી ઉપર આવી રહી છે, અને બરફ ખૂબ ઝડપથી ઓગળી રહ્યો હોવાથી વર્ષ 2100 સુધીમાં સમુદ્રની સપાટીમાં એક મીટર જેટલો વધારો વિશ્વના 1.4 અબજ લોકોને પ્રભાવિત કરશે તેવી સંભાવના છે.

ILCC એજન્સીનું કહેવું છે કે ભારતના ચાર શહેર – સુરત, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇ સહિતના વિશ્વના 45 શહેરોની સ્થિતિ તો એવી છે કે માત્ર 50 સે.મી. સમુદ્ર સપાટી ઊંચી આવે તો પણ આ શહેરોમાં ભારે પૂર આવ્યાં હોય તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે.  તો શું  વર્ષ 2100માં શું હશે આ તમામ ચાર શહેરો સહિત વિશ્વનાં 45 સમુદ્વકાંઠાનાં શહેરોનું ભવિષ્ય. જાગો વિશ્વ જાગો……..

ગ્લોબલ વોર્મિંગને રોકવા તાકીદનાં પગલાં લેવાની આવશ્યકતાને મુદ્દે ફરી એકવાર ચેતવણી આપતાં અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ગ્લોબલ વોર્મિંગ અને તેને પગલે વધી રહેલી સમુદ્ર સપાટીને કારણે સાગરકાંઠાની જીવસૃષ્ટિનો મોટેપાયે નાશ થવાની સંભાવના છે. તેના કારણે વિનાશક સમુદ્રી તોફાનો આવવાની તેમજ સી ફૂડનો પુરવઠો ખોરવાઈ જવાની સંભાવના રહે છે.
સમુદ્રની સપાટી ઊંચી આવી રહી હોવાથી સદીના અંત ભાગમાં ભારતનાં ચાર સાગરકાંઠાનાં શહેરો- સુરત, કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇ સામે મોટા જોખમ ઊભા થવાની ભીતિ છે. જ્યારે હિમાલયનાં હિમક્ષેત્રો ઓગળી રહ્યાં હોવાથી ઉત્તર ભારતનાં સંખ્યાબંધ શહેરોમાં પાણીની અછત સર્જાવાની સંભાવના જોવાઈ રહી છે. જળવાયુ પરિવર્તન અંગેની સંયુક્ત રાષ્ટ્ર એજન્સીએ આવી આગાહી વ્યક્ત કરી છે.

    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.