T20 World Cup/ ટોસ જીતો મેચ જીતો! કઇંક આવુ જ જોવા મળ્યુ છે આ ટૂર્નામેન્ટમાં

અત્યાર સુધીની મેચો જોતા લાગે છે કે જે ટીમ ટોસ જીતશે તે જ મેચ જીતશે. આ સિવાય એક વસ્તુ એવી છે જે તમામ વિજેતા ટીમોમાં સામાન્ય છે, ચાલો તમને જણાવીએ કે તે શું છે?

Top Stories Sports
ટોસ જીતો મેચ જીતો

T20 વર્લ્ડકપ સુપર 12 માં તમામ ટીમોએ પોતાની સફર શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં ઘણા મોટા ફેરફારો થયા છે. પાકિસ્તાનનાં હાથે વર્લ્ડકપમાં ભારતીય ટીમની પ્રથમ હાર, નામિબિયાએ પણ સુપર 12માં પહોંચીને પોતાના વર્લ્ડકપમાં પ્રથમ વિજય નોંધાવ્યો છે. બુધવાર સુધીમાં, ટૂર્નામેન્ટમાં રાઉન્ડ 2 ની 9 મેચો રમાઈ છે અને તમામ મેચો (T20 વર્લ્ડકપ) જોતા એવું લાગે છે કે કેપ્ટનની અડધી મુશ્કેલી ટોસ દરમિયાન જ વધી કે ઓછી થઈ શકે છે. હા, અત્યાર સુધીની મેચો જોતા લાગે છે કે જે ટીમ ટોસ જીતશે તે જ મેચ જીતશે. આ સિવાય એક વસ્તુ એવી છે જે તમામ વિજેતા ટીમોમાં સામાન્ય છે, ચાલો તમને જણાવીએ કે તે શું છે?

india vs pakistan t20 world cup 2021

આ પણ વાંચો – T20 World Cup / વેસ્ટ ઈન્ડિઝની ટીમે નિર્ણાયક મેચ માટે આ દિગ્ગજ ઓલરાઉન્ડર ખેલાડીને કર્યો ટીમમાં સામેલ

T20 વર્લ્ડકપના રાઉન્ડ 2 (સુપર 12)માં બુધવાર (27 ઓક્ટોબર) સુધી કુલ 9 મેચ રમાઈ છે. ગ્રુપ 1 અને ગ્રુપ 2 ની તમામ 12 ટીમોએ તેમની પ્રથમ મેચ રમી છે. 17 ઓક્ટોબરથી શરૂ થયેલી આ ટૂર્નામેન્ટમાં કેટલીક ટીમોએ પોતાના પ્રદર્શનથી ખૂબ જ પ્રભાવિત કર્યા છે તો કેટલીક ટીમો સંઘર્ષ કરતી જોવા મળી છે. જ્યાં એક તરફ પાકિસ્તાને પોતાની રમતથી બધાને ચોંકાવી દીધા છે, તો બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝ, ભારત જેવી ટીમ માટે ટૂર્નામેન્ટની શરૂઆત નિરાશાજનક રહી છે. UAE અને ઓમાનની ધરતી પર રમાઈ રહેલા ઝડપી ક્રિકેટનાં વર્લ્ડકપમાં ટોસની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. અત્યાર સુધી રમાયેલી નવમાંથી આઠ મેચ પ્રથમ બોલિંગ કરનારી ટીમે જીતી છે. એનો અર્થ એ કે જેણે ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી તેની તરફેણમાં મેચ રહે છે. આ જોતા કહી શકાય છે કે ટોસ જીતવાની સાથે ટીમની જીત પણ લગભગ નિશ્ચિત થઈ જાય છે. જો કે અફઘાનિસ્તાન vs સ્કોટલેન્ડ મેચ સિવાય, અત્યાર સુધીની તમામ મેચો પ્રથમ બોલિંગ કરનારી ટીમે જીતી છે. અફઘાનિસ્તાન એકમાત્ર એવી ટીમ છે જેણે પોતાના વિરોધીઓને ટાર્ગેટનો પીછો કરવા ન દીધો અને જીત મેળવી. પાકિસ્તાને ભારત સામે 10 વિકેટે જીત મેળવીને અત્યાર સુધીની સૌથી મોટી જીત હાંસલ કરી છે.

afghanistan vs scotland

આ પણ વાંચો – ચોંકાવનારું નિવેદન / દક્ષિણ આફ્રિકાનાં આ દિગ્ગજ ખેલાડીએ પોતાના નિવેદનથી સૌ કોઇને ચોંકાવી દીધા

અત્યાર સુધી રમાયેલી 9માંથી 8 મેચોમાં ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને આ નિર્ણય દરેક વખતે અને દરેક ટીમ માટે સાચો સાબિત થયો છે.પરંતુ કોઈ પણ વિશાળ ટોટલ બનાવવામાં નિષ્ફળ રહ્યું છે. ક્રિકેટનાં સૌથી ટૂંકા ફોર્મેટમાં વર્લ્ડકપમાં બોલરોનો દબદબો રહ્યો છે અને અત્યાર સુધી માત્ર ઓછા સ્કોરવાળી મેચો જ જોવા મળી છે. દુબઈનાં મેદાન પર દરેક ટીમે ટોસ જીત્યા બાદ બોલિંગ કરવાનું પસંદ કર્યું છે અને પરિણામ એકતરફી તે ટીમની તરફેણમાં આવ્યું છે. પછી તે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઈંગ્લેન્ડની મેચ હોય કે પછી ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચ હોય.