Not Set/ રાજ્ય સરકારના એક પરિપત્રથી પોલીસબેડામાં ફફડાટ, સરકારી બાબુઓ પર લાગશે લગામ

ગૃહવિભાગે જારી કરેલ નવા પરિપત્ર મુજબ કોઈપણ અધિકારી મિલકત સંબંધી દસ્તાવેજ ઓફલાઈન જાણ કરશે તો તે માન્ય ગણાશે નહિ. આ પરિપત્ર મુજબ નિયમોનું ઉલ્લંઘન કરવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

Top Stories Gujarat Uncategorized

ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર દૂર કરવા નિયમો વધુ કડક બનાવી રહી છે. ગૃહવિભાગે સરકારી બાબુઓ સામે લાલ આંખ કરતા એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્રથી પોલીસબેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસબેડામાં પીએસઆઈથી લઈને ઉચ્ચ અધિકારીઓમાં આ પરિપત્રને લઈને જોરદાર ચર્ચા ચાલી છે. ગૃહવિભાગે જાહેર કરેલ પરિપત્રમાં મિલકતની વિગતો જાહેર કરવાનું કહ્યું છે. ગૃહવિભાગના આ પરિપત્રથી અન્ય સરકારી વિભાગોમાં ડરનો માહોલ છવાયો છે.

અધિકારીઓએ મિલકતો જાહેર કરવી પડશે

ગૃહવિભાગે પરિપત્ર જાહેર કરતા રાજ્ય પોલીસ સેવાના વર્ગ-1 અને વર્ગ-2ના તમામ અધિકારીઓને ગત વર્ષ 2023ના અંતે વાર્ષિક મિલકતની માહિતી ફરજિયાત આપવાની રહેશે. વર્ગ-1 અને વર્ગ-2ના તમામ પોલીસ અધિકારીઓએ સાથી એપ્લીકેશનમાં તમામ વિગતો ઓનલાઈન રજૂ કરવાની રહેશે. પોલીસ અધિકારીઓએ પરિવારના નામે હોય તેવી અંગત મિલકતોના ગીરો, ખરીદ-વેચાણ તેમજ બક્ષિસરૂપે અન્યરૂપે સંપાદિત કરી હોય અથવા નિકાલ કર્યો હોય તેવી મિલકતો અંગે ઓનલાઈન સાથી એપ્લિકેશન પર માહિતી આપવાની રહેશે.

નિયમોનું ઉલ્લંઘન કરતા કડક કાર્યવાહી થશે

આ ઉપરાંત તમામ અધિકારીઓએ બે મહિનાના મૂળ પગારથી વધુ રકમના કોઈપણ જંગમ મિલકતના ખરીદ-વેચાણ બાબતની તમામ માહિતી અંગે તેમના અધિકારીઓને જાણ કરી તેના દસ્તાવેજા સાથી એપ્લિકેશન પર અપલોડ કરવાના રહેશે. આ પરિપત્ર મુજબ કોઈપણ અધિકારી મિલકત સંબંધી દસ્તાવેજ ઓફલાઈન જાણ કરશે તો તે માન્ય ગણાશે નહિ. ગૃહવિભાગે આ પરિપત્રને લઈને સ્પષ્ટ તાકીદ કરી છે કે અધિકારીઓ નિયમાનુસાર જાણ નહી કરે તો નિયમોનું ઉલ્લંઘન માની પગલાં લેવામાં આવશે. તેમની સામે ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો, 1971ના નિયમ-19ના ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે.

સંબંધિત વિભાગ પાસેથી માહિતી મેળવી લેવી

ઉચ્ચ અધિકારીઓ સાથી એપ્લિકેશન પર આ માહિતી અપલોડ કરવા એપ્લીકેશનના યુઝર આઈડી, પાસવર્ડ સહિતની જરૂરી વિગતો શક્ય તેટલી વહેલી તકે સંબંધિત વિભાગ પાસેથી મેળવી લેવાની સૂચના પણ આપી છે. રાજ્ય સરકાર વહીવટીતંત્રમાં રહેલ ખામીઓ દૂર કરવા કડક નિયમોનું પાલન કરવા જઈ રહી છે. આ મામલે કાયદા વધુ કડક બનાવતા ઉચ્ચ અધિકારીઓને પણ સાણસામાં લીધા છે. ગૃહવિભાગે જારી કરેલ નવા પરિપત્રથી પોલીસ અધિકારીઓ પણ હવે લગામ લાગશે અને લાચિયા તેમજ ભ્રષ્ટ અધિકારીના કરતૂતો પણ સામે આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: