Jamnagar/ “લાલચ બુરી બલા હે” ની કહેવતને સાચી પડતી ઘટના આવી સામે, જાણો શું છે આ મામલો

પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો પર નજર કરવામાં આવે તો, આર્મીમાંથી રીટાયર્ડ થયેલા અને હાલ ડીફેન્સ કોલોનીમાં વસવાટ કરતા ફરિયાદી રણવીરપ્રતાપસિંહ સુઘાકરસિંહ સહીત કુલ 54 લોકો…..

Gujarat Others
a 306 “લાલચ બુરી બલા હે” ની કહેવતને સાચી પડતી ઘટના આવી સામે, જાણો શું છે આ મામલો

@સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ – જામનગર 

લાલચ બુરી બલા હે…. આ ઉકિત જામનગરમાં વધુ એક વખત સાર્થક બની છે, જેમાં 54 લોકોના દસ કરોડની રકમ મુદત પૂર્ણ થયા બાદ પણ પરત ના મળતા બે મહિલા સહીત સાત શખ્સો સામે છેતરપીંડી, વિશ્વાસઘાત અને કાવતરા સહિતની કલમો હેઠળ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

આ અંગે પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો પર નજર કરવામાં આવે તો, આર્મીમાંથી રીટાયર્ડ થયેલા અને હાલ ડીફેન્સ કોલોનીમાં વસવાટ કરતા ફરિયાદી રણવીરપ્રતાપસિંહ સુઘાકરસિંહ સહીત કુલ 54 લોકોએ નોંધાવેલી ફરિયાદ મુજબ જામનગરના પી.એન.માર્ગ પર નિયો ક્વેરમાં આવેલ ઓફીસ નંબર G / 39 માં ઓમ ટ્રેડીંગ નામની ઓફીસ આવેલ છે.

આ ઓફિસમાં આરોપી હીરેન મહેન્દ્રભાઇ ઘબ્બા, મહેન્દ્ર ભાઇ ઘબ્બા, હસમુખસિંહ જીતુભા પરમાર, તોસીફ બશીરભાઇ શેખ આ તમામે ઓમ ટ્રેડીંગમાં રૂપીયા રોકવાની લાલચ આપી ફરીયાદી રણવીરપ્રતાપસિંહના રૂ.33,00,000 / – તેમજ અન્ય 53 કસ્ટમરના રૂપીયા મળી કુલ દસેક કરોડ રૂપીયા આરોપીઓએ મળી ગુનાહીત કાવતરૂ રચી જુદા જુદા આરોપીઓના બેન્ક એકાઉન્ટોમાં જમાં કરાવી જે રકમ પોતાના અંગત ફાયદા માટે ઉપાડી લઇ ફરીયાદી તેમજ સાહેદોને મુદત પુરી થયે રૂપીયા પરત નહી આપી પૈસા ફેરવવાની યોજના કરી પૈસા ઓળવી જઇ વિશ્વાસઘાત અને છેતરપીંડી ઠગાઇ કરી હોય તમામ સામે દસ કરોડની માતબર રકમની છેતરપીંડીની ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

– કોની કોની સામે નોંધાઈ ફરિયાદ…

( 1 ) હીરેન મહેન્દ્રભાઇ ઘબ્બા ( 2 ) મહેન્દ્ર ભાઇ ઘબ્બા ( 3 ) જય મહેન્દ્રભાઇ ઘબ્બા ( 4 ) આશાબેન વા/ઓફ હીરેન ઘબ્બા ( 5 ) હસમુખસિંહ જીતુભા પરમાર ( 6 ) તોસીફ બશીરભાઇ શેખ ( 7 ) સંગીતાબેન ( એકાઉન્ટન્ટ )

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો