Not Set/ ભગવાન દિવ્ય શક્તિ આપશે, તેવી આશા સાથે બાળકો ઘરેથી ભાગીને પહોંચ્યાં સોમનાથ અને પછી થયું આવું !!!

અમદાવાદના નવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નરોડામાંથી 8થી 10 વર્ષના ત્રણ ભાઈ બહેનો એક સાથે અચાનક ગુમ થઇ જતા પરિવારજ નો ચિંતિત થઇ ગયા હતા. બાળકો ગુમ થવાથી તેમના પરિવારમાં નાસભાગ મચી ગઇ હતી. પરિજનો નરોડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને બાળકોના અપહરણની ફરિયાદ લખાવી હતી.  ઉલ્લેખનીય છે કે […]

Top Stories Ahmedabad Gujarat Rajkot Surat Vadodara Others
children escape file photo ભગવાન દિવ્ય શક્તિ આપશે, તેવી આશા સાથે બાળકો ઘરેથી ભાગીને પહોંચ્યાં સોમનાથ અને પછી થયું આવું !!!

અમદાવાદના નવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નરોડામાંથી 8થી 10 વર્ષના ત્રણ ભાઈ બહેનો એક સાથે અચાનક ગુમ થઇ જતા પરિવારજ નો ચિંતિત થઇ ગયા હતા. બાળકો ગુમ થવાથી તેમના પરિવારમાં નાસભાગ મચી ગઇ હતી. પરિજનો નરોડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને બાળકોના અપહરણની ફરિયાદ લખાવી હતી.  ઉલ્લેખનીય છે કે આવી રીતે બાળકોના ગુમ થઇ જવાનાં કેટલાક કિસ્સા સામે આવતા હોવાથી પોલીસે પણ ગંભીરતા બાળકોના અપહરણની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

પોલીસ દ્રારા તબળતોબ તપાસનાં ચક્રો ગતિમાન કરવામા આવ્યા અને અંતે બાળકો વેરાવળ પોલીસ સ્ટેશનમાં પહોંચવાથી પોલીસે રાહતનો શ્વાસ લીધો. સદનસીબે ત્રણેય બાળકો વેરાવળથી સલામત મળી આવ્યાં છે. પોલીસ દ્રારા બાળકેની પૂછપરછમાં સામે આવ્યું, તો એક ફિલ્મી સ્ટોરી સમાન છે. હકીકતે  બાળકોએ કે એક ફિલ્મ જોઇને ભાઇ-બહેનોએ સોમનાથ જઇને ભગવાન ભોલેનાથના દર્શન કરીને દિવ્ય શક્તિ મેળવવાનું નક્કિ કર્યું હતુ.

children escape file photo1 ભગવાન દિવ્ય શક્તિ આપશે, તેવી આશા સાથે બાળકો ઘરેથી ભાગીને પહોંચ્યાં સોમનાથ અને પછી થયું આવું !!!

ફિલ્મ જોયા બાદ તેમને લાગ્યું કે ભગવાન ભોલેનાથ આપણી બધી ઇચ્છાઓ પુરી કરશે, માટે તેમના દર્શન કરવા જવું છે. ત્રણેય ટ્રેન દ્વારા સોમનાથ પહોંચી ગયા હતા., રેલવે પોલીસને આશંકા જતા તેમની પૂછપરછ કરી હતી. પછી સામે આવ્યું કે તેઓ ઘરેથી કોઇને કહ્યાં વગર સોમનાથ આવી ગયા છે. સોમનાથ પોલીસ દ્રારા નરોડા પોલીસને બાળકો મળ્યા હોવાની માહિતી આપી હતી.. જે બાબતની જાણ નરોડા પોલીસે તેમના પરિવારજનોને કે માતા-પિતા સહિતના તમામ પરિવારજનો બાળકો લેવા માટે વેરાવળ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા..

પરંતુ આ ઘટના પછી એકવાર ચોક્કસથી ફલિત થાય છે કે ફિલ્મો અને ટીવી સીરીયલો જોઈને બાળકો અને યુવાનો કેટલીક વાર ખોટા માર્ગે દોરવા જતાં હોય છે જેના કારણે પડે પરિવારને પરેશાન થવાનો વારો આવતો હોય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.