Not Set/ કોંગ્રેસનો દબદબો ધરાવતી, બાયડ બેઠકની પેટાચૂંટણી માટે ભાજપ ચઢ્યું જંગે, કોણ હશે ભાવી ઉમેદવાર..?  

કોંગ્રેસનાં બાગી ઉમેદવાર ધવલસિંહ ઝાલા બાયડ બેઠક પરથી 2017 ના વિધાનસભા ચુંટણીમાં ચૂંટાઈને આવ્યા હતા.  પરંતુ વર્ષ 2019 લોક્સ્ભની ચૂંટણી બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. અને ભાજપમાં જોડાયા હતા. જેના કારણે ખાલી પડેલી બાદ બેઠક પર ચૂંટણી પાંચ દ્વારા આગમી 21 ઓકટોબરના રોજ ચૂંટણી જાહેર કરવામાં આવી છે. વાત કરીએ બાદ બેઠક […]

Top Stories Gujarat Others Politics
bayad કોંગ્રેસનો દબદબો ધરાવતી, બાયડ બેઠકની પેટાચૂંટણી માટે ભાજપ ચઢ્યું જંગે, કોણ હશે ભાવી ઉમેદવાર..?  

કોંગ્રેસનાં બાગી ઉમેદવાર ધવલસિંહ ઝાલા બાયડ બેઠક પરથી 2017 ના વિધાનસભા ચુંટણીમાં ચૂંટાઈને આવ્યા હતા.  પરંતુ વર્ષ 2019 લોક્સ્ભની ચૂંટણી બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. અને ભાજપમાં જોડાયા હતા. જેના કારણે ખાલી પડેલી બાદ બેઠક પર ચૂંટણી પાંચ દ્વારા આગમી 21 ઓકટોબરના રોજ ચૂંટણી જાહેર કરવામાં આવી છે.

વાત કરીએ બાદ બેઠક ની તો આ બેઠક મૂળે કોંગ્રેસનું વર્ચસ્વ ધરાવતી બેઠક છે. છેલ્લી ત્રણ ટર્મ થી અંહી કોંગ્રેસ જ જીતતી આવી છે. ગત વિધાનસભા ચુંટણીમાં પણ ભાજપે આ બેઠક માટે બહુજ કમર કસી હતી  છતાય કોંગ્રેસ છેવટની બાજી મારી ગયું હતું.

પરંતુ કોંગ્રેસી ધવલસિંહ ઝાલા દ્વારા રાજીનામું ધરીને ભાજપમાં જોડતા ખાલીપડેલી સીટ માટે પેટા ચૂંટણી આગામી 21 ઓક્ટોબર ના રોજ યોજાઇ રહી છે. તો ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી આ સીટ મહત્વની સાબિત થશે.

બાયડ ભાજપ કોંગ્રેસનો દબદબો ધરાવતી, બાયડ બેઠકની પેટાચૂંટણી માટે ભાજપ ચઢ્યું જંગે, કોણ હશે ભાવી ઉમેદવાર..?  

બાયડ ના જ્ઞાતિય સમીકરણ ની વાત કરીયે તો મતદાતાની વાત કરીયે તો બાયડ વિધાનસભા બેઠક 2 લાખ 31 હજાર મતદારો  ધરાવે છે. જેમાં સૌથી વધુ મતદાતા ક્ષત્રિય અને ઠાકોર સમાજનું પ્રભુત્વ કરે છે.  તેમજ 15 હજાર લેઉવા અને 16 હજાર કડવા પાટીદાર મતદારો,  આ ઉપરાંત 9 હજાર આંજણા પટેલ મતદારો અને દલિત મતદારો ની વાત કરવામાં આવે તો 12 હજાર દલિત મતદારો છે 5 હજાર મુસ્લિમ મતદારો અને 48 હજાર ઈત્તર મતદારો છે. જો કુલ મતદારો ની વાત કરવામાં આવે તો  2 લાખ 31 હજાર કુલ મતદારો છે.જો પક્ષના રીતે વાત કરવામાં આવે તો પારંપરિક કોંગ્રેસ બેઠક છે.

સ્થાનિક મુદ્દાઓની વાતકરવામાં આવે તો રોજગારી , શિક્ષણ નો મુદ્દો મહત્વ નો છે. સાથે સ્થાનિક વિકાસના મુદ્દાઓ આ ચૂંટણીમાં મહત્વ ના રહેશે. અગાઉ ના વર્ષોની વાત કરવામાં આવે તો સ્થાનિક માં કોંગ્રેસ જ્યારે ગુજરાતમાં ભાજપ ની સરકાર હોવાથી સ્થાનિકો ની સમસ્યા સરકાર સુધી પહોંચાડવામાં નેતાઓ નિષફળ રહ્યા છે ત્યારે આ ચૂંટણી મતદારો વિકાસ માટે કોનો સાથ આપે છે તે મહત્વનું રહેશે.

સાથે ઉમેદવાર ની વાત કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષના કાર્યકરો સ્થાનિક ઉમેદવારની માંગ કરી રહ્યા છે.જ્યારે ભાજપના કાર્યકરોની વાત કરવામાં આવે તો ભાજપના કાર્યકરો એ સ્થાનિક ઉમેદવાર તરીકે જો ધવલસિંહ ઝાલાનું નામ મોખરે છે.  તો સાથે પાટીદાર નેતા અને શિક્ષણવિદ અને વર્ષોથી પાર્ટી સાથે સક્રિય રીતે સંકળાયેલ મહેશ પટેલનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે.  તો કોંગ્રેસ પક્ષે પણ માનવેન્દ્રસિંહ કોંગ્રેસ માં મોખરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.