સુરેન્દ્રનગર/ મહિલા સરપંચ, મહિલા હેલ્થ ઓફીસર અને આશા બહેન ની મહેનત થી પાટડી નું વિસનગરથયું કોરોના મુક્ત

દેવજી ભરવાડ, મંતવ્ય ન્યુઝ… સુરેન્દ્રનગર કોરોનાની બીજી લહેર માં ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં સંક્રમણ વધુ જોવા મળ્યું હતું ત્યારે સુરેન્દ્રનગરના પાટડી તાલુકાનું અને જિલ્લાનું છેવાડાનું વિસનગર ગામ કે જ્યાં કોરીનની બીજી લહેર માં કોરોના નો એક પણ કેસ નોંધાયો નથી ગયા વર્ષે ૦૪ પોઝીટીવ કેસ નોંધાયા બાદ આરોગ્યની ટીમ અને સરપંચ,તથા ભૂતપૂર્વ સરપંચ દ્વારા ગામ લોકોને […]

Gujarat Others
Untitled 371 મહિલા સરપંચ, મહિલા હેલ્થ ઓફીસર અને આશા બહેન ની મહેનત થી પાટડી નું વિસનગરથયું કોરોના મુક્ત

દેવજી ભરવાડ, મંતવ્ય ન્યુઝ… સુરેન્દ્રનગર

કોરોનાની બીજી લહેર માં ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં સંક્રમણ વધુ જોવા મળ્યું હતું ત્યારે સુરેન્દ્રનગરના પાટડી તાલુકાનું અને જિલ્લાનું છેવાડાનું વિસનગર ગામ કે જ્યાં કોરીનની બીજી લહેર માં કોરોના નો એક પણ કેસ નોંધાયો નથી ગયા વર્ષે ૦૪ પોઝીટીવ કેસ નોંધાયા બાદ આરોગ્યની ટીમ અને સરપંચ,તથા ભૂતપૂર્વ સરપંચ દ્વારા ગામ લોકોને જાગૃત કરી સતત મોનિટરિંગ રાખી ઉકાળા વિતરણ, નાસ અપાવી ગત વર્ષે ગામને સંપૂર્ણ કોરોના મુક્ત બનાવવામાં સફળ રહ્યા છે
વિસનગર આરોગ્ય ટીમ માં કમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે કાર્યરત ક્રિસ્ટીના સમુએલ પરમાર તથા વિસનગરના મહિલા સરપંચ દ્વારા ગામ લોકો ને કોરોના અંગે જાગૃત કરવામાં આવ્યા જેના પરિણામે આજે પાટડીનું વિસનગર નાં ગ્રામજનો કોરોનાંની બીજી લહેર થી સંપૂર્ણ કોરોના મુક્ત રહી શક્યા છે

પાટડીનું વિસનગર ગામ જિલ્લાનું છેવાડાનું ગામ છે વિસનગર ૧૨૬૬ ની વસ્તી ધરાવે છે અને માત્ર ૦૫ લોકો એ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે તેમ છતાં મહિલા સરપંચ અને આરોગ્ય ટીમ ના સહિયારા પ્રયાસથી ગામમાં કોરોનાની રસી અંગે જાગૃતતા લાવવા ના કારણે ૫૦ થી વધુ લોકોએ રસી લીધેલ છે અને દરરોજ ૨૦ લોકોને રસી આપવાની કામગીરી ચાલુ છે વિસનગર માં વધુ ભાગે અશિક્ષિત લોકો રહે છે તેમ છતાં સરપંચ અને આરોગ્યની ટીમના પ્રયાસ થકી ગ્રામજનો રસીકરણ માં સહકાર આપી રહ્યા છે જે ભણતર કરતાં ગણતર વધારે તે સુત્રને સાર્થક કરે છે

વિસનગર ગામના મહિલા સરપંચ, આરોગ્ય ટીમના કમ્યુનિટી હેલ્થ ઓફિસર,ક્રિસ્ટીના સમુએલ પરમાર,તથા આરોગ્ય સ્ટાફનાં વૈશાલીબેન ગોસ્વામી નાં પ્રયાસથી ગામ ને સંપૂર્ણ કોરોના મુક્ત રાખવામા સફળતા મેળવી શક્યા છે

ત્રણેય મહિલાઓએ મળી વિસનગર ગામને કોરોના મુક્ત રાખવામાં સફળતા મેળવી છે જે નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે ગામ લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે અમારું વિસનગર ગામ સુરેન્દ્રનગર નું છેવાડાનું ગામ છે અને અમારું ગામ સમરસ ગામ બનવા પામ્યું હતું સરપંચ ની ચૂંટણી સમયે ગામ લોકોએ ભેગા મળી ભૂતપૂર્વ સરપંચ જીતેન્દ્રસિંહ ઝાલા નાં ગામ માટે કરેલા વિકાસ નાં કામો ને ધ્યાને રાખી તેમના પત્નીને સરપંચ તરીકે નીમ્યા હતા આજે અમારું ગામ કોરોના મુક્ત રહેવા પામ્યું છે આરોગ્ય ટીમ,સરપંચ,અને ભૂતપૂર્વ સરપંચ જીતેન્દ્રસિંહ ઝાલા નાં પ્રયાસો થકી રહી શક્યું છે જેનો અમે ગર્વ અનુભવી એ છીએ

વિસનગર નાં ભૂતપૂર્વ સરપંચ જીતેન્દ્રસિંહ જેમના પત્ની હાલ વિસનગર ના સરપંચ તરીકે કાર્યરત છે તેઓની સાથે વાત કરતાં જણાવ્યું હતું કે “સમગ્ર ગ્રામજનો નાં સહકાર થકી તથા પાટડી પ્રાંત અધિકારી ઋતુરાજ જાદવ અને આરોગ્યની ટીમનો સહકાર મળવાથી અમે અમારા ગામને કોરોના મુક્ત રાખી શકવામાં સફળ થયા છીએ