Syed Mushtaq Ali Trophy/ મનીષ પાંડેનાં બુલેટ થ્રો ની મદદથી મેચ પહોંચી સુપર ઓવરમાં, જુઓ Video

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2021માં ગુરુવારે બંગાળ અને કર્ણાટક વચ્ચે રોમાંચક ક્વાર્ટર ફાઈનલ રમાઈ હતી. આ મેચમાં મનીષ પાંડેનાં એક રન આઉટે આખી રમત પલટી નાખી હતી.

Sports
મનીષ પાંડે

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2021માં ગુરુવારે બંગાળ અને કર્ણાટક વચ્ચે રોમાંચક ક્વાર્ટર ફાઈનલ રમાઈ હતી. આ મેચમાં મનીષ પાંડેનાં એક રન આઉટે આખી રમત પલટી નાખી હતી. તેના કારણે મેચ સુપર ઓવરમાં ગઈ અને કર્ણાટક બંગાળને હરાવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી શક્યું.

આ પણ વાંચો – India vs Newzealand / ચહરે આપ્યો ગુપ્ટિલને વળતો જવાબ, આપ્યો એવો Look કે મળ્યો અનોખો એવોર્ડ

સુપર ઓવરમાં મેચમાં પહોંચતા પહેલા તેણે બેટ વડે 29 રનનું યોગદાન આપ્યું હતું. બંગાળને ઇનિંગનાં છેલ્લા બોલે જીતવા માટે એક રનની જરૂર હતી. પરંતુ કર્ણાટકનાં કેપ્ટન મનીષ પાંડેએ પોતાની શાનદાર ફિલ્ડિંગનું પ્રદર્શન કરતા  એક રન દોડી રહેલા બેટ્સમેનને જબરદસ્ત રન આઉટ કર્યો હતો. વધુમાં જણાવી દઇએ કે, પ્રથમ બેટિંગ કરતા કર્ણાટકની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા હતા. 161 રનનાં ટાર્ગેટનો પીછો કરતા બંગાળને અંતિમ ઓવરમાં જીતવા માટે 20 રનની જરૂર હતી. ઋત્વિક રોય ચૌધરીએ નેનવિદ્યાધર પાટીલનાં પ્રથમ બે બોલમાં સિક્સર ફટકારી હતી. ત્રીજા બોલ પર એક રન લઈને તેણે આકાશદીપને સ્ટ્રાઈક આપી. આકાશદીપે પહેલા ચાર અને પછી બે રન લઈને સ્કોરની બરાબરી કરી હતી. બંગાળને છેલ્લા બોલ પર એક રનની જરૂર હતી પરંતુ બીજા છેડે આકાશદીપ મનીષ પાંડેના બુલેટ થ્રો પર રનઆઉટ થયો હતો. અને મેચ સુપર ઓવરમાં પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો – India vs Newzealand / આ ખેલાડી બે દેશો તરફથી T20 રમતી વખતે ફિફ્ટી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો

બંગાળે સુપર ઓવરમાં 5 રન બનાવ્યા હતા. મનીષ પાંડેએ સુપર ઓવરમાં જ શાનદાર પ્રદર્શન કરી બતાવ્યુ હતુ. તેણે બીજા બોલ પર છક્કો ફટકારીને પોતાની ટીમને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સેમિફાઇનલમાં પહોંચાડી હતી. મનીષ પાંડેએ પણ આ મેચમાં શાનદાર કેપ્ટનશિપ કરી હતી. કર્ણાટક, તમિલનાડુ, હૈદરાબાદ અને વિદર્ભ એ ચાર ટીમો છે જે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સેમિફાઇનલમાં પહોંચી છે. સેમિફાઇનલ મેચ વિદર્ભ અને કર્ણાટક વચ્ચે અને હૈદરાબાદ અને તમિલનાડુ વચ્ચે 20 નવેમ્બરે રમાશે.