Ropeway/ કેદારનાથ રોપવે પ્રોજેક્ટ સાથે જાણો ગુજરાતમાં કાર્યરત વિવિધ રોપવે યોજનાઓ અંગે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉત્તરાખંડમાં સોનપ્રયાગ-કેદારનાથ રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરાયો તે પ્રસંગે કોઈપણ ગુજરાતીને ઇંતેજારી થઈ આવે કે ગુજરાતમાં કેટલા રોપવે પ્રોજેક્ટ હશે. અહીં ગુજરાતના ચાર પ્રવર્તમાન રોપવે ગિરનાર, અંબાજી, પાવાગઢ અને સાપુતારાના રોપવેની વિગત આપવામાં આવી છે.

Top Stories Gujarat
Girnar ropeway કેદારનાથ રોપવે પ્રોજેક્ટ સાથે જાણો ગુજરાતમાં કાર્યરત વિવિધ રોપવે યોજનાઓ અંગે
  • ગિરનાર રોપવે ગુજરાતનો સૌથી મોટો અને નવા પ્રોજેક્ટ અને 2020માં તૈયાર
  • પાવાગઢ રોપવે 1986માં તૈયાર થયો હતો
  • સાપુતારા રોપવે 1987માં તૈયાર થયો હતો
  • ગબ્બર રોપવે 1998માં તૈયાર થયો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉત્તરાખંડમાં સોનપ્રયાગ-કેદારનાથ રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરાયો તે પ્રસંગે કોઈપણ ગુજરાતીને ઇંતેજારી થઈ આવે કે ગુજરાતમાં કેટલા રોપવે પ્રોજેક્ટ હશે. અહીં ગુજરાતના ચાર પ્રવર્તમાન રોપવે ગિરનાર, અંબાજી, પાવાગઢ અને સાપુતારાના રોપવેની વિગત આપવામાં આવી છે. ગુજરાતના ચારેય રોપવે પ્રોજેક્ટના કુલ વર્ષે 50 લાખથી વધારે લોકો મુલાકાત લે છે. ચારેય રોપવે પ્રોજેક્ટની સરેરાશ માસિક કમાણી વાર્ષિક ધોરણે જોઈએ તો ત્રણથી ચાર કરોડ રૂપિયા થાય છે. તહેવારોમાં વધી જાય છે.

ગિરનાર રોપવેએ ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓને રાહત કરી આપી

ગિરનાર રોપવે ગુજરાતનો જ નહી એશિયાનો સૌથી લાંબો રોપવે પ્રોજેક્ટ માનવામાં આવે છે. આ પ્રોજેક્ટ બનાવવા પાછળ 130 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. વાસ્તવમાં આ પ્રોજેક્ટ 1983માં સૌપ્રથમ વખત પ્રસ્તાવિત થયો હતો, પણ સરકારી મંજૂરીઓમાં વિલંબ અને કાયદાકીય અવરોધોના લીધે તેનું કામ છેક સપ્ટેમ્બર 2018માં શરૂ થયુ હતુ અને ઓક્ટોબર 2020માં પૂરુ થયુ હતુ.

130 કરોડના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ વડાપ્રધાન મોદીએ કર્યો હતો અને 22 ઓક્ટોબર 2020ના રોજ લોકાર્પણ પણ વડાપ્રધાન મોદીએ કર્યુ હતુ. ગિરનાર રોપવે પ્રોજેક્ટ શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદ બનીને આવ્યો છે. તેણે લોન્ચ થયા તારીખથી અત્યાર સુધીમાં 60 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ તે લોન્ચિંગના ચાર વર્ષમાં તેનો બધો ખર્ચો કાઢી નાખશે તેમ કહેવાય છે. અત્યાર સુધી 22 લાખ કરતાં પણ વધારે શ્રદ્ધાળુઓ તેની મુલાકાત લઈ ચૂક્યા છે. આમ ગીરનાર રોપવે પ્રોજેક્ટ પ્રતિ માસ બે કરોડથી પણ વધારે આવક કરતો થઈ ગયો છે. તેનુ એક બાજુનુ ભાડુ 400 રૂપિયા છે અને બે બાજુનું ભાડું 700 રૂપિયા છે.

માતા અંબાજી રોપવે

Gabbar ropeway કેદારનાથ રોપવે પ્રોજેક્ટ સાથે જાણો ગુજરાતમાં કાર્યરત વિવિધ રોપવે યોજનાઓ અંગે

ગુજરાતમાં પાવાગઢ પછી તૈયાર થયેલો રોપવે હોય તો તે મા અંબાજી કે ગબ્બર રોપવે કહેવાય છે અથવા તો ગબ્બર રોપવે પ્રોજેક્ટ છે. આ રોપવે 1998માં તૈયાર થયો હતો. ગુજરાતનો આ સૌપ્રથમ રોપવે હતો અને તે સમયે પણ તે ભારતના ગણ્યાગાંઠયા રોપવેમાં સ્થાન ધરાવતો હતો. આ પ્રોજેક્ટ ઉશા બ્રેકો કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો અને સંચાલન પણ તેના દ્વારા કરવામાં આવી રહ્યુ છે. કંપની ભારતમાં રોપવે નિર્માણ કંપનીમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. તેણે હરિદ્વારમાં માતા મનસાદેવી ખાતે સૌપ્રથમ રોપવે પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. કંપની ગુજરાત, ઉત્તરાખંડ, કેરળ અને ઓડિશામાં હાજરી ધરાવે છે. ભારતમાં ઇન્ડસ્ટ્રીયલ રોપવે, કેબલવેઝ અને પેસેન્જર રોપવેના નિર્માણમાં અગ્રણી છે. આના લીધે દર વર્ષે ગબ્બર ખાતે 15 લાખથી વધુ પ્રવાસીઓ રોપવેમાં બેસે છે.

પાવગઢ રોપવે

Pavagadh ropeway કેદારનાથ રોપવે પ્રોજેક્ટ સાથે જાણો ગુજરાતમાં કાર્યરત વિવિધ રોપવે યોજનાઓ અંગે

ગુજરાતમાં અસ્તિત્વમાં આવેલા સૌપ્રથમ રોપવે પાવાગઢ રોપવે છે. આ રોપવે 1986માં તૈયાર થયો હતો અને ત્યારનો બધાના આકર્ષણનું કેન્દ્ર છે. ઉષા બ્રેકો કંપની દ્વારા જ આ રોપવે બનાવવામાં આવ્યો હતો અને તેનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ રોપવે 774 મીટર લાંબો છે. તે બન્યો ત્યારે દેશનો સૌથી મોટો રોપવે હતો. આ રોપવેમાં ન બેસો તો પાવાગઢ કાલિકા માતાના દર્શન કરવા લગભગ હજારથી વધુ પગથિયા ચઢવા પડે છે. આ રોપવેની ક્ષમતા પ્રતિ કલાક 1200 પ્રવાસીની છે, પરંતુ તે હાલમાં પ્રતિ કલાક 400 પ્રવાસીઓની ક્ષમતાએ ચાલે છે. પ્રતિ વર્ષ 14 લાખ પ્રવાસીઓ રોપવેમાં બેસે છે.

સાપુતારા રોપવે

Saputara ropeway કેદારનાથ રોપવે પ્રોજેક્ટ સાથે જાણો ગુજરાતમાં કાર્યરત વિવિધ રોપવે યોજનાઓ અંગે

સાપુતારા રોપવેને સત્તાવાર રીતે પુષ્પક રોપવે કહેવાય છે. આ રોપવે ગુજરાતના ડાંગ જિલ્લામાં સાપુતારા ખાતે આવેલો છે. આ રોપવે સનસેટ પોઇન્ટથી શરૂ થાય છે અને ગવર્નર્સ હિલને જોડે છે. તે ટાઉન અને વેલી બંનેનો શાનદાર વ્યુ ઓફર કરે છે. તેનું વન-વે ભાડું એંસી રૂપિયા છે. તેની કેબિનમાં ચાર જણા બેસી શકે છે. વર્ષે 15 લાખ પ્રવાસીઓ રોપવેનો લાભ લે છે.

ચોટિલાનો પ્રસ્તાવિત રોપવે

ગુજરાતમાં હવે વધુ એક રોપવે પ્રસ્તાવિત છે તે ચોટિલાનો છે. ચોટિલાનો રોપવે જો કે હાલમાં તો કાયદાકીય અડચણોમાં અટવાયો છે, કારણ કે ચોટિલાના મંદિરના પૂજારીઓએ તેનો વિરોધ કર્યો છે.