દિલ્હી/ પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થતાં દિલ્હીમાં 29 થી તમામ શાળાઓ ખુલશે

રાજ્ય સરકારે 13 નવેમ્બરે દિલ્હી-એનસીઆરમાં ખરાબ હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને શાળાઓને એક અઠવાડિયા માટે બંધ કરવાનો આદેશ આપ્યો હતો અને પછીથી તેને આગળની સૂચના સુધી લંબાવ્યો હતો.

Top Stories India
Untitled 306 2 પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થતાં દિલ્હીમાં 29 થી તમામ શાળાઓ ખુલશે

રાજધાનીમાં પ્રદૂષણના સ્તરમાં થયેલા સુધારા અને કોરોનાના ઘટતા કેસોને ધ્યાનમાં રાખીને શાળાઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી સરકાર દ્વારા 29 નવેમ્બરથી શાળાઓ ખોલવાનું કહેવામાં આવ્યું હતું. હવે દિલ્હી સરકારના શિક્ષણ નિર્દેશાલયે તમામ શાળાઓના વડાઓને શાળાઓ ખોલવાનો આદેશ અપાયો છે.

રાજ્ય સરકારે 13 નવેમ્બરે દિલ્હી-એનસીઆરમાં ખરાબ હવાની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને શાળાઓને એક અઠવાડિયા માટે બંધ કરવાનો આદેશ આપ્યો હતો અને પછીથી તેને આગળની સૂચના સુધી લંબાવ્યો હતો. હવાની ગુણવત્તામાં સુધારો થતાં શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

26 નવેમ્બરે દિલ્હીના પર્યાવરણ અને વન વિભાગ દ્વારા જારી કરાયેલા નિર્દેશો બાદ હવે શિક્ષણ નિયામકનું કહેવું છે કે દિલ્હીમાં તમામ સરકારી, સરકારી સહાયિત, બિન-સહાયિત, MCD, NDMC, દિલ્હી કન્ટેઈનમેન્ટ બોર્ડની શાળાઓ 29 નવેમ્બરેસુધી બંધ રહેશે.  જે હવે આ દિવસથી તમામ વર્ગો ખોલવામાં આવશે.  ત્યાંરે શાળાના વડાઓને શાળાના તમામ સ્ટાફ, વાલીઓ અને વિદ્યાર્થીઓને શાળા ફરીથી ખોલવાની માહિતી પહોંચાડવા માટે નિર્દેશ આપવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો ;Video / બીજી ટેસ્ટ પહેલા જિમમાં પરસેવો વહાવતો જોવા મળ્યો વિરાટ કોહલી, વીડિયો શેર કરતા જ વાયરલ

નોંધનીય છે કે દિલ્હી સરકાર વતી શાળાઓ ખોલવાની વાતને કારણે વાલીઓ નારાજ છે. વાલીઓનું કહેવું છે કે 29 નવેમ્બરથી શાળાઓ ખોલવાનો નિર્ણય ફરી એકવાર ઉતાવળમાં લેવામાં આવ્યો છે. મોટાભાગના વાલીઓ આ નિર્ણયના વિરોધમાં છે કારણ કે એક તરફ જ્યાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ દિલ્હી ખતરનાક વાયુ પ્રદૂષણ સામે ઝઝૂમી રહ્યું છે. તેમનું માનવું છે કે જો સરકાર થોડા દિવસો પછી શાળાઓ ખોલવાનો નિર્ણય લે અને સ્કૂલ બસો ચલાવવાનો નિર્ણય કરે તો સારું રહેશે. આવી સ્થિતિમાં વાલીઓ પણ ચિંતા કર્યા વિના પોતાના બાળકોને ફરીથી શાળામાં મોકલી શકશે.

ગોપાલ રાયે એવરેજ એર ક્વોલિટી ઈન્ડેક્સ પર કહ્યું કે દિલ્હી દિવાળી પહેલાની સ્થિતિમાં પહોંચી ગયું છે. દિવાળી પછી પ્રદૂષણનું સ્તર વધવા લાગ્યું…જેના પછી અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા. અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક બાદ સોમવારથી શાળાઓ, કોલેજો, અન્ય શૈક્ષણિક સંસ્થાઓને ફરીથી ખોલવાની મંજૂરીઆપાઈ છે .

આ પણ વાંચો ;Bank Holidays December 2021 / બેંકો ડિસેમ્બરમાં 16 દિવસ બંધ રહેશે,ફટાફટ તમારું કામ પતાવી લો ….