Not Set/ મહિલાએ સોશિયલ મીડિયામાં બાળકનાં નામ પર ભીખ માંગી ઠગ્યા 50 હજાર ડોલર

આજે સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મથી દુનિયાભરનાં લોકો પોતાની વાતને રજૂ કરી શકે છે. ઘણીવાર સોશિયલ મીડિયાનો સદઉપયોગ થાય છે તો ઘણીવાર તેનો દૂરઉપયોગ પણ લોકો કરતા હોય છે. ઘણા સોશિયલ મીડિયાથી કાયદેસર કમાણી કરતા હોય છે તો ઘણા સોશિયલ મીડિયાથી ઠગી કરતા પણ જોવા મળે છે. કઇક આવુ જ એક મહિલાનાં દિમાગમાં આવતા તેણે સોશિયલ મીડિયાથી […]

Top Stories World
freelance content writer in Kolkata મહિલાએ સોશિયલ મીડિયામાં બાળકનાં નામ પર ભીખ માંગી ઠગ્યા 50 હજાર ડોલર

આજે સોશિયલ મીડિયાનાં પ્લેટફોર્મથી દુનિયાભરનાં લોકો પોતાની વાતને રજૂ કરી શકે છે. ઘણીવાર સોશિયલ મીડિયાનો સદઉપયોગ થાય છે તો ઘણીવાર તેનો દૂરઉપયોગ પણ લોકો કરતા હોય છે. ઘણા સોશિયલ મીડિયાથી કાયદેસર કમાણી કરતા હોય છે તો ઘણા સોશિયલ મીડિયાથી ઠગી કરતા પણ જોવા મળે છે. કઇક આવુ જ એક મહિલાનાં દિમાગમાં આવતા તેણે સોશિયલ મીડિયાથી 50 હજાર ડોલરની ઠગી કરી હોવાનું સામે આવ્યુ છે.

યુએઇમાં એક મહિલા પર સોશિયલ મીડિયા દ્વારા 50 હજાર ડોલર ઠગવાનો આરોપ લાગ્યો છે. મહિલા યુરોપની રહેવાસી છે અને સોશિયલ મીડિયાનાં અલગ-અલગ પ્લેટફોર્મથી તેણે ઠગી કરતા આટલા રૂપિયા બનાવ્યા છે. એક સમાચાર મુજબ આ મહિલા પોતાને Divorce બતાવી પોતાના બાળક માટે પૈસા ભેગા કરવાની વાત કરતી અને લોકોને ઠગતી હતી. દુબઇ પોલીસનાં એક અધિકારીએ રવિવારે જણાવ્યુ કે, મહિલાએ ફેસબુક, ઇંસ્ટાગ્રામ અને ટ્વિટરની મદદથી ઘણા લોકોને ઠગેવા અને માત્ર 17 દિવસમાં આટલા પૈસા ભેગા કરવા માટે તેની ધરપકડ કરવામાં આવી છે. જો કે દુબઇ પોલીસે તેની નાગરિકતા અને ઉંમરનો ખુલાસો કર્યો નથી.

દુબઇ પોલીસનાં ગુના તપાસ વિભાગનાં નિર્દેશક બ્રિગેડિયર જમાલ અલ સલેમ અલ જલ્લાફે જણાવ્યુ કે, મહિલાએ ઓનલાઇન એકાઉન્ટ બનાવ્યા અને બાળકોનાં ફોટો પોસ્ટ કરી પૈસા ભેગા કરવાની વાત કહી ભીખ માંગી હતી. તેમણે વધુમાં કહ્યુ કે, તે લોકોને કહેતી હતી કે તેના Divorce થઇ ગયા છે અને પોતાના બાળક માટે તેની પાસે પૂરતા પૈસા નથી. પરંતુ તેના પૂર્વ પતિએ ફરિયાદ કરી અને સાબિત કર્યુ કે બાળક તેની સાથે રહે છે.

ખોટી રીતે પૈસા પડાવવા માટે આજે સોશિયલ મીડિયા જાણે એક શ્રેષ્ઠ વિકલ્પ બન્યુ છે. જ્યારે પણ પૈસાને લઇને સોશિયલ મીડિયામાં કોઇ ખાસ એજન્ડા તૈયાર કરવામા આવે છે ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે કે જે માહિતી તમારા સુધી પહોચી રહી છે તે સાચી છે કે તેમા કોઇ ખોટો ઇરાદો છુપાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.