OMG!/ મહિલા અને મગર કરી રહ્યા મસ્તી, પછી જે થયુ તે જોઇ તમે પણ ચોંકી જશો

ઘણીવાર લોકોને વારંવાર પ્રાણીઓથી અંતર રાખવાનું કહેવામાં આવે છે. કારણ કે, ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. ખાસ કરીને જંગલી જાનવર અને તેમા પણ પાણીમાં રહેતા મગર સાથે કોઇ કેવી રીતે મસ્તી કરી શકે?

Ajab Gajab News
મહિલા અને મગરનો વીડિયો

પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ આપણે ઘણીવાર જોયો છે. ઘણીવાર લોકો પ્રાણીઓ સાથે મસ્તી કરતા સોશિયલ મીડિયામાં જોવા મળી જાય છે. કેટલાક લોકોને પ્રાણીઓ પ્રત્યે ખૂબ લગાવ હોય છે. તે તેની સાથે પરિવારનાં સભ્યની જેમ વર્તે છે. જો કે, ઘણી વખત એવી ઘટના પણ બની છે, જેનાથી લોકો ચોંકી ગયા છે.

આ પણ વાંચો – Interesting / બાળકીનાં હાથમાં હતો મોબાઈલ અને અચાનક આવી ગયો વાંદરો, પછી જે થયુ તે જુઓ આ Video માં

ઘણીવાર લોકોને વારંવાર પ્રાણીઓથી અંતર રાખવાનું કહેવામાં આવે છે. કારણ કે, ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. ખાસ કરીને જંગલી જાનવર અને તેમા પણ પાણીમાં રહેતા મગર સાથે કોઇ કેવી રીતે મસ્તી કરી શકે? જો કે હાલમાં એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમા તે મગર સાથે ખૂબ જ આનંદથી ગળે મળી રહી છે. પછી શું થયું તે જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો અને હસવાનું નહી રોકી શકો. આ સમગ્ર મામલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો તેના પર ટિપ્પણીઓ કરી રહ્યા છે. મગર કેટલો ખતરનાક પ્રાણી કહેવાય છે તે આપણે બધા જાણીએ છીએ. કારણ કે, આંખનાં પલકારામાં, તે કોઈ પર પણ હુમલો કરે છે. પરંતુ, વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમને કંઈક એવું જોવા મળશે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે. કેલિફોર્નિયાનાં રેપ્ટાઈલ ઝૂમાં એક કેરટેકર એક માદા મગરને બળપૂર્વક ગળે લગાવી રહી હતી. પરંતુ, જ્યારે તે મગરને ગળે લગાવે છે ત્યારે તેને કંઈક અનુભવ થાય છે, જ્યારે તેણી તેને જોવા માટે મગરને દૂર કરે છે, ત્યારે તે જોઈને સ્તબ્ધ થઈ જાય છે અને કહે છે, ‘હે ભગવાન, શું થયું?’

https://www.instagram.com/reel/CWGV1cppBIW/?utm_source=ig_web_copy_link

આ સમગ્ર મામલો કેમેરામાં કેદ થયો હતો અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘thereptilezoo’ નામથી શેર કરવામાં આવ્યો છે. આ ફની વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે વીડિયોને 01 લાખ 26 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયોની મજા માણતી વખતે યુઝર્સ ખૂબ જ ફની રિએક્શન પણ આપી રહ્યા છે. તો આ વીડિયો અંગે તમારો શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જણાવો.