Not Set/ ભારતીય સેનામાં મહિલાઓને મળશે સ્થાન, સિપાહી અને હવાલદારની પોસ્ટ પર થશે તહેનાત

ભારતીય સેનામાં આ વર્ષે એક નવો ઈતિહાસ સર્જાવા જઈ રહ્યો છે. આ વર્ષે ભારતીય મહિલા સૈનિકોની પહેલી ટુકડી ભારતીય સેનામાં સામેલ થશે.

India
મ૧ 7 ભારતીય સેનામાં મહિલાઓને મળશે સ્થાન, સિપાહી અને હવાલદારની પોસ્ટ પર થશે તહેનાત

ભારતીય સેનામાં આ વર્ષે એક નવો ઈતિહાસ સર્જાવા જઈ રહ્યો છે. આ વર્ષે ભારતીય મહિલા સૈનિકોની પહેલી ટુકડી ભારતીય સેનામાં સામેલ થશે. સેનામાં મહિલાઓને પણ સમકક્ષ સ્થાન મળે તે માટે ઘણાં સમયથી ચર્ચા ચાલતી હતી.

  • સેનામાં સામેલ થવા અંગે 2017માં લેવાયો હતો નિર્ણય
  • ડિસેમ્બરમાં 101 મહિલાઓને તાલીમ માટે અપાઇ હતી મંજૂરી

સેનામાં મહિલાઓને જવાન એટલે કે સિપાહી તરીકે હવે તમે જોઇ શકશો. સેનામાં મહિલાઓને પણ સ્થાન આપવામાં આવે તે અંગે વર્ષ 2017માં નિર્ણય લેવાયો હતો અને આખરે ડિસેમ્બર 2019થી ટ્રેનિંગ લઇ રહેલી મહિલાઓ સેનામાં સામેલ થવા સજ્જ બની ગઇ છે. હાલમાં બેંગ્લોર ખાતે કોર ઓફ મિલિટ્રી પોલિસીમાં તેમની ટ્રેનિંગ ચાલી રહી છે જેની શરુઆત જાન્યુઆરીમાં કરવામાં આવી હતી.

  • 61 વીકની સખત ટ્રેનિંગ મહિલા જવાનોને લેવી પડશે
  • 1992માં મહિલા અધિકારીઓની

કુલ 61 વીકની ટ્રેનિંગ મહિલાઓએ લેવી પડશે. હાલમાં ભારતીય સેનામાં મહિલાઓની અધિકારીઓની પોસ્ટ પર નિમણૂંક થાય છે.જેની શરુઆત 1992માં થઈ હતી.તે વખતે મહિલાઓ સેનાની ગણતરીની બ્રાન્ચમાં જ કામ કરી શકતી હતી અને શોર્ટ સર્વિસ કમિશન થકી જ તેમને સેનામાં એન્ટ્રી મળતી હોવાથી તે માત્ર લેફટેનન્ટ કર્નલના પદ સુધી જ પ્રમોટ થઈ શકતી હતી.હવે ઓફિસર સિવાયની પોસ્ટ માટે મહિલાઓને પહેલી વખત સેનામાં સામેલ કરવામાં આવી છે.  ભારતીય સેના 2030 સુધીમાં 1700 મહિલા સૈનિકોને સેનામાં મિલિટરી પોલીસ તરીકે સામેલ કરવા માંગે છે.બીજી તરફ 2019માં સેનાએ મહિલા અધિકારીઓને પરમેનન્ટ કમિશન આપવાનુ પણ એલાન કર્યુ હતુ.આ નિર્ણયના કારણે હવે મહિલા અધિકારીઓ કર્નલ, બ્રિગેડિયર કે જનરલ રેન્કના હોદ્દા સુધી પહોંચવા માટે પણ લાયક બનશે.