surat news/ માગ ના સ્વીકારાતા મહિલાઓ બની રણચંડી, સોસાયટીમાં રોડ પાસ થવા પર કર્યો વિરોધ

સુરતના પુણા ગામ વિસ્તાર માં આવેલી અમીપાર્ક સોસાયટીમાં મહિલાઓ રણચંડી બની હતી.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 04 09T151458.410 માગ ના સ્વીકારાતા મહિલાઓ બની રણચંડી, સોસાયટીમાં રોડ પાસ થવા પર કર્યો વિરોધ

@ દિવ્યેશ પરમાર

સુરતના પુણા ગામ વિસ્તાર માં આવેલી અમીપાર્ક સોસાયટીમાં મહિલાઓ રણચંડી બની હતી. સોસાયટી માંથી રોડ પાસ થતા આ રોડ ના વિરોધ માં મહિલાઓ એ થાળીઓ વગાડી રોડ નહીં કાઢવા વિરોધ કર્યો હતો. જો માંગ નહિ સ્વીકારાય તો સોસાયટીના 200 ઘર ચૂંટણી માં મતદાનનો બહિષ્કાર કરશે.

લોકસભા ની ચૂંટણી વચ્ચે સુરત ના પુણા ગામની અમીપાર્ક સોસાયટી ના 200 ઘર ના રહીશો એ ચૂંટણી માં મતદાન નો બહિષ્કાર કરવાની ચીમકી. ઉચ્ચારી છે..સોસાયટી ના રહીશો ની મુખ્ય માંગ એ છે કે સોસાયટીમાં અચાનક પાસ થયેલો રોડ જેના કારણે તમામ સ્થાનિકો ભારે રોષે ભરાયા હતા. સ્થાનિકો એ આક્ષેપ કર્યા હતા કે સ્થાનિક કોર્પોરેટર દ્વારા રૂપિયા ખાઈ અને રોડ નો મેપ બદલી અમારી સોસાયટીમાં થી કાઢવામાં આવ્યો છે…અનેક વખત પાલિકા માં રજુઆત કરવા છત્તા પણ કોઈ નિરાકરણ આવ્યું નથી જેથી સ્થાનિક મહિલાઓ એ થાળીઓ વગાડી આ રોડ નો વિરોધ કર્યો હતો..સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે હો રોડ પસાર થશે તો તેમના બાળકો માટે રમવાની જગ્યા નહિ બચે .તેમજ મહિલાઓ ની સુરક્ષા પણ જોખમાશે. આમ સ્થાનિકોએ ત્યાંના કોર્પોરેટર સામે રોષ ઠાલવ્યો હતો. અને રોડ ની જગ્યા બદલવા માંગ કરી હતી..અને જો આ માંગ નહીં સ્વીકારાય તો સોસાયટી ના  200 મકાન ના લોકો ચૂંટણી માં મતદાન નો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Loksabha Election 2024/લોકસભા ચૂંટણીના ઉમેદવારો પર ADR રિપોર્ટ : 26 નિરક્ષર, 252 પર ફોજદારી કેસો અને 10 પાસે નથી સંપત્તિ

આ પણ વાંચો: shameful incident/સ્નાન કરતી વખતે મહિલા ડૉક્ટરની નજર બાથરૂમની નેટ પર પડી, મોબાઈલમાં કેમેરા જોઈને તેના હોશ ઉડી ગયા

આ પણ વાંચો:New Delhi/મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને મળી ‘Z’ કેટેગરીની સુરક્ષા, IB તરફથી ધમકીના મળ્યા હતા ઇનપુટ