Interesting/ સ્વિટ્ઝરલેન્ડની સેનામાં ફરજ બજાવતી મહિલાઓને હવે નહી પહેરવા પડે પુરુષોવાળા અંડરવેર

સ્વિટ્ઝરલેન્ડ આર્મીમાં કાર્યરત મહિલા સૈનિકો માટે એક મોટી રાહત આપી છે. હવે તેમણે પુરુષોનું અન્ડરવેર પહેરવાનું રહેશે નહીં.

Trending
Untitled 1 16 સ્વિટ્ઝરલેન્ડની સેનામાં ફરજ બજાવતી મહિલાઓને હવે નહી પહેરવા પડે પુરુષોવાળા અંડરવેર

સ્વિટ્ઝરલેન્ડ આર્મીમાં અત્યાર સુધી એક ખૂબ જ વિચિત્ર વ્યવસ્થા ચાલુ છે. સ્વિટ્ઝરલેન્ડ આર્મીની હાલની વ્યવસ્થા મુજબ પુરુષોની સાથે મહિલાઓએ પણ જેન્ટ્સ અન્ડરવેર પહેરવાનું હોય છે. જો કે હવે આ સિસ્ટમ બદલવા જઈ રહી છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આનાથી સેનામાં મહિલાઓની ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.

Untitled 1 17 સ્વિટ્ઝરલેન્ડની સેનામાં ફરજ બજાવતી મહિલાઓને હવે નહી પહેરવા પડે પુરુષોવાળા અંડરવેર

આંતરિક ગણગણાટ શરૂ / ગાંધીનગર મનપાની ચૂંટણીમાં નો-રીપીટ થિયરી BJP માટે કપરા ચઢાણ સમાન

સ્વિટ્ઝરલેન્ડ આર્મીમાં કાર્યરત મહિલા સૈનિકો માટે એક મોટી રાહત આપી છે. હવે તેમણે પુરુષોનું અન્ડરવેર પહેરવાનું રહેશે નહીં. અગાઉ મહિલા સૈનિકોએ પુરુષોનાં અન્ડરવેર પહેરવાનાં હતા. સૈન્યમાં મહિલાઓની ભાગીદારી વધારવા અને તેમને પ્રદેશ તરફ આકર્ષિત કરવા માટે અહીંની સરકારે આ નિર્ણય લીધો છે. આ સાથે સરકારે સેનામાં મહિલાઓની ભાગીદારી 1 ટકાથી વધારીને 10 ટકા કરવાની યોજના બનાવી છે. હમણાં સુધી સ્વિટ્ઝરલેન્ડ આર્મીમાં મહિલા સૈનિકોને ઢીલા-ફિટિંગવાળા અન્ડરવેર આપવામાં આવતા રહ્યા છે. કેટલીકવાર તે તેમના માટે ખૂબ જ સમસ્યારૂપ બની જતા હતા. હાલની સૈન્ય પ્રણાલી અનુસાર, લશ્કરી ગણવેશમાં ફક્ત પુરુષોનાં કપડા શામેલ છે. સ્ત્રીઓ માટે કોઈ ખાસ ગણવેશ નથી. સરકારનું માનવું છે કે મહિલાઓનાં કપડાંને સેનામાં સમાવવાથી સેનામાં તેમની ભાગીદારી વધશે. સ્વિટ્ઝરલેન્ડની સેનામાં મહિલાઓનો હિસ્સો માત્ર એક ટકા છે. સરકારે આગામી 20 વર્ષમાં તેને વધારીને 10 ટકા કરવાનો લક્ષ્યાંક આપ્યો છે. મહિલાઓ અને પુરુષ સૈનિકો 2004 થી સમાન ફરજ બજાવી રહ્યા છે.

Untitled 1 18 સ્વિટ્ઝરલેન્ડની સેનામાં ફરજ બજાવતી મહિલાઓને હવે નહી પહેરવા પડે પુરુષોવાળા અંડરવેર

કોરોના વોરિયર્સ પર સંકટ / રોહતકમાં 22 ડોક્ટરો કોરોના પોઝિટિવ, 14 ડોક્ટરોએ લીધી હતી વેક્સિન

ઉલ્લેખનીય છે કે, સંરક્ષણ પ્રધાન વિયોલા અમહર્ડે સરકારનાં નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે, આ પગલું સેનામાં મહિલાઓની વધુ ભાગીદારી સુનિશ્ચિત કરશે. સ્વિટ્ઝરલેન્ડની આર્મીએ કહ્યું છે કે, પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત એપ્રિલથી આ પગલાં લેવામાં આવશે. આ અંતર્ગત મહિલા કેડેટ્સને બે સેટ અન્ડરગાર્મેન્ટ્સ આપવામાં આવશે. હાલમાં સ્વિટ્ઝરલેન્ડ આર્મીમાં મહિલાઓની સંખ્યા માત્ર 1 ટકા જ છે. સ્વિટ્ઝલેન્ડની આર્મીમાં મહિલાઓની પ્રવેશ વર્ષ 2004 માં શરૂ થઈ હતી. આ પહેલા ફક્ત પુરુષો જ સેનામાં પ્રવેશ મેળવતા હતા. કેટલીક મહિલા કેડેટ્સે 25 કિલોથી વધુ વજનવાળા સામાન અંગે પણ ફરિયાદ કરી હતી. સેનાનું કહેવું છે કે તેઓ આ અંગે પણ પગલા લઈ શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ