Not Set/ ઉત્તરપ્રદેશમાં સ્ત્રીઓની સલામતી માત્ર કાગળ પર, સગીરાને ધાબા પરથી ફેંકી દેવાની બની ઘટના

ઉત્તરપ્રદેશમાં મહિલાઓ પર થતા અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યા, ક્યાંક યુવતીને છેડતીનો વિરોધ કરવા બદલ બળજબરીથી પેટ્રોલ પીવડાવામાં આવે છે, અને ક્યાંક તેના પર હુમલો કરવામાં આવે છે, તેનો તાજેતરનો એક કિસ્સો ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાનો છે. 17 વર્ષની સગીરાને ત્યાંના ત્રણ યુવકોએ બીજા માળેથી નીચે ફેંકી દીધી હતી. જેના કારણે તેની કરોડરજ્જુ તૂટી […]

India
girl rape ઉત્તરપ્રદેશમાં સ્ત્રીઓની સલામતી માત્ર કાગળ પર, સગીરાને ધાબા પરથી ફેંકી દેવાની બની ઘટના

ઉત્તરપ્રદેશમાં મહિલાઓ પર થતા અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યા, ક્યાંક યુવતીને છેડતીનો વિરોધ કરવા બદલ બળજબરીથી પેટ્રોલ પીવડાવામાં આવે છે, અને ક્યાંક તેના પર હુમલો કરવામાં આવે છે, તેનો તાજેતરનો એક કિસ્સો ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાનો છે. 17 વર્ષની સગીરાને ત્યાંના ત્રણ યુવકોએ બીજા માળેથી નીચે ફેંકી દીધી હતી. જેના કારણે તેની કરોડરજ્જુ તૂટી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ઈજાગ્રસ્ત સગીરાને ત્યાંથી પસાર થતા લોકો દ્વારા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાંથી તેને ખાનગી ડોક્ટરો પાસે લઇ ગયા હતા જ્યાં ડોકટરોના જણાવ્યા અનુસાર યુવતીની કરોડરજ્જુ તૂટી ગઈ હતી. ઘટના બાદ આરોપી સ્થળ પરથી ભાગી ગયો હતો. આ ઘટના બાદ તે વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી.

પીડિતાના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં ત્રણ લોકોના નામ લીધા છે. પીડિતાના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આ ત્રણેય છોકરાઓ તેની પુત્રીને ઘણા મહિનાઓથી ત્રાસ આપતા હતા. સોમવારે રાત્રે ત્રણેયે તેને બોલાવી દીકરી સાથે વાત કરવાનું કહ્યું હતું. જ્યારે પિતાએ વાત ન કરી તો તેણે તેને અપશબ્દો આપવાનું શરૂ કર્યું હતું.

મંગળવારે રાત્રે આઠ વાગ્યે આ ત્રણેય યુવકો તેના ઘરે ઘૂસી ગયા હતા અને પરિવારના સભ્યોને માર મારતા કિશોરીની છેડતી કરી બળજબરીથી છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે કિશોરીએ વિરોધ કરી અવાજ ઉઠાવ્યો હતો, ત્યારબાદ યુવતીને બીજા માળેથી નીચે ફેંકી દેવામાં આવી હતી.
બીજા માળેથી ફેંકી દેવાને કારણે યુવતીની પાછળનું હાડકું તૂટી ગયું હતું. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.