Not Set/ આ દેશમાં લોકો રોટલી માટે પણ વલખાં મારે છે, પ્રદર્શને લીધો ૧૯ લોકોનો ભોગ

દુનિયામાં ઘણા એવા લોકો છે કે જે લોકોને બે ટંકનું ભોજન પણ નસીબમાં નથી હોતું. ભોજનનો બગાડ કરતા પહેલા એવા લોકોને વિચારી લેજો જે લોકો રોટલી માટે વલખા મારે છે. રોટલીની કિંમત વધવાને લીધે થયેલા પ્રદર્શનમાં ૧૯ લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું છે. સુડાનમાં છેલ્લા ઘણા દિવસથી રોટલીની કિંમત વધવાને લઈને પ્રદર્શન થઇ રહ્યા છે. આ […]

Top Stories World Trending
sudan આ દેશમાં લોકો રોટલી માટે પણ વલખાં મારે છે, પ્રદર્શને લીધો ૧૯ લોકોનો ભોગ

દુનિયામાં ઘણા એવા લોકો છે કે જે લોકોને બે ટંકનું ભોજન પણ નસીબમાં નથી હોતું. ભોજનનો બગાડ કરતા પહેલા એવા લોકોને વિચારી લેજો જે લોકો રોટલી માટે વલખા મારે છે. રોટલીની કિંમત વધવાને લીધે થયેલા પ્રદર્શનમાં ૧૯ લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું છે.

સુડાનમાં છેલ્લા ઘણા દિવસથી રોટલીની કિંમત વધવાને લઈને પ્રદર્શન થઇ રહ્યા છે. આ પ્રદર્શનમાં અત્યાર સુધી  ૧૯ લોકોના મોત થઇ ચુક્યા છે. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં ૧૯ લોકોનો ભોગ લેવાયો છે.

સરકારના જણાવ્યા પ્રમાણે, મરનાર લોકોમાં ૨ પોલીસકર્મીઓ પણ શામેલ છે. ૧૯ લોકોના મોત અને ૨૧૯ લોકો ઘાયલ થયા છે.

આ અઠવાડિયામાં સરકારે રોટલીની કિંમત એક સુડાની પાઉન્ડ એટલે કે ૧.૧૪ રૂપિયાથી  વધારીને ત્રણ સુડાની પાઉન્ડ એટલે કે ૪.૪૩ રૂપિયા કરવાની ઘોષણા કરી હતી. સુડાનમાં ભૂખમરો એ સૌથી મોટી સમસ્યા છે તેવામાં રોટલીની કિમત વધવાને લીધે દરેક લોકો ગુસ્સે થયા છે.

બુધવારથી જ અહી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. હજુ સરકાર ઇંધણનો ભાવ પણ બમણો કરવાનું વિચારી રહી છે.