Not Set/ બુરહાની વાનીની બીજી વરસીના લીધે કાશ્મીરમાં બંધનું એલન, અમરનાથ યાત્રા થઇ સ્થગિત

જમ્મુ-કાશ્મીર જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદીઓ દ્રારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ સંજોગોમાં જમ્મુ-કાશ્મીરના વહીવટીતંત્ર સલામતીના ભાગરૂપે અમરનાથ યાત્રાને પણ રોકવામાં આવી છે. હિજ્બુલ મુજાહીદ્દીનના કમાન્ડર બુરહાની વાનીની આજે એટલે કે 8 મી જુલાઈના રોજ બીજી વરસી હોવાના લીધે આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધના એલાનને કારણે જમ્મુ કાશ્મીર વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે અમરનાથ […]

World
mahi h બુરહાની વાનીની બીજી વરસીના લીધે કાશ્મીરમાં બંધનું એલન, અમરનાથ યાત્રા થઇ સ્થગિત

જમ્મુ-કાશ્મીર

જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદીઓ દ્રારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ સંજોગોમાં જમ્મુ-કાશ્મીરના વહીવટીતંત્ર સલામતીના ભાગરૂપે અમરનાથ યાત્રાને પણ રોકવામાં આવી છે. હિજ્બુલ મુજાહીદ્દીનના કમાન્ડર બુરહાની વાનીની આજે એટલે કે 8 મી જુલાઈના રોજ બીજી વરસી હોવાના લીધે આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધના એલાનને કારણે જમ્મુ કાશ્મીર વહીવટી તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે અમરનાથ યાત્રાને પણ રોકવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે આશરે એક હજાર જેટલા યાત્રીઓને કઠુઆમાં રોકવામાં આવ્યા અને 15,000થી પણ વધુ યાત્રીઓને જમ્મુ,ઉધમપુર અને રામબાણ જિલ્લામાં રોક્યા છે. જણાવી એ કે રાજ્યના પોલીસ એસપી વૈદ્યનાએ કહ્યું તે મુજબ, જમ્મુ-કાશ્મીરમાં વ્યવસ્થા અને કાયદાઓની સ્થિતિ સારી છે. તેથી અમરનાથ જનારા યાત્રીઓની યાત્રા સુરક્ષિત થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે.

વધુમાં તેઓએ જણાવ્યું કે, અલગાવાદીઓએ રવિવારે હડતાલનું એલાન કર્યું હતું. તેથી અમારે અમરનાથ યાત્રા રોકવી પડી હતી. યાત્રીઓની સુરક્ષા અને સુગમતાએ અમારી પ્રાથમિકતા છે અને સાથે સાથે મારી તીર્થયાત્રીઓને અપીલ છે કે, તેઓ હાલની પરીસ્થિતિ ધ્યાનમાં રાખીને અમને સાથ આપે.

કાશ્મીરના આ વિસ્તારોમાં લગાવ્યો પ્રતિબંધ..

ઉલ્લેખનીય છે કે બુરહાનીની વરસી પર આ એલનના પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અધિકારીઓએ સાવચેતી માટે અનેકો વિસ્તારમાં પ્રતિબંધ મુક્યો હતો. મળતી માહિતી પ્રમાણે કાશ્મીરમાં પુલવાના જીલ્લાન ત્રાલ અને સાથે શ્રીનગરના નૌહટ્ટા તેમજ , મૈસુમામાં પ્રતિબંધ મુક્યો છે. ઘાટીમાં સંવેદનશીલ જગ્યાઓ ઉપર વધારાની સુરક્ષા ટૂકડી તૈનાત કરવામાં આવી છે.