Not Set/ ૨૦૦૦થી પણ વધારે ભારતીયો ગેરકાયદેસર પ્રવેશ મામલે અમેરિકાની જેલમાં છે બંદી

અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ ૨૦૦૦થી પણ વધારે ભારતીયો અમેરિકાની જેલમાં બંધ છે. ગેર કાયદેસર પ્રવેશના આરોપ બદલ આશરે ૨૩૮૨ ભારતીય અમેરિકાની અલગ-અલગ જેલમાં બન્ધ છે. આ આરોપીઓમાં સૌથી વધારે લોકો પંજાબના છે. આ આરોપીઓનો દાવો છે કે ભારતમાં તેઓ હિંસા અને શોષણનો સામનો કરી ચુક્યા છે.નોર્થ અમેરિકન પંજાબી એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે આવા ૮૬ […]

Top Stories World Trending
private prisons lock up thousands americans almost no oversight ૨૦૦૦થી પણ વધારે ભારતીયો ગેરકાયદેસર પ્રવેશ મામલે અમેરિકાની જેલમાં છે બંદી

અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ ૨૦૦૦થી પણ વધારે ભારતીયો અમેરિકાની જેલમાં બંધ છે.

ગેર કાયદેસર પ્રવેશના આરોપ બદલ આશરે ૨૩૮૨ ભારતીય અમેરિકાની અલગ-અલગ જેલમાં બન્ધ છે. આ આરોપીઓમાં સૌથી વધારે લોકો પંજાબના છે.

આ આરોપીઓનો દાવો છે કે ભારતમાં તેઓ હિંસા અને શોષણનો સામનો કરી ચુક્યા છે.નોર્થ અમેરિકન પંજાબી એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે આવા ૮૬ ભારતીયો જેલમાં બંધ છે.

૧૦ ઓક્ટોમ્બરન અરોજ જાહેર કરેલા આંકડા મુજબ ૩૭૭ ભારતીયો કેલીફોર્નીયાની જેલમાં બંધ છે જયારે બીજા ૨૬૯ ઈમ્પીરીયલ રીજનલ એડલ્ટ ફેસીલીટીમાં અને ૨૪૫ લોકો ફેડરલ કરેકશનલ ઇન્સ્ટીટયુટ વિક્ટરવિલેમાં ધરપકડ હેઠળ કેદી કરવામાં આવ્યા છે.

આ જાણકારી નાપાના એક અધ્યક્ષ સતનામ એસ ચહલે આપી હતી.