Not Set/ બોઇંગ 737 મેક્સ વિમાન ઉપર અમેરિકામાં પ્રતિબંધ

વોશિંગ્ટન, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હવે તમામ બોઇંગ 737  મેક્સ વિમાનના ઉડાણ પર પ્રતિબંધ મુકવાના નિર્ણયની જાહેરાત કરી દીધી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયના જોરદાર દબાણ વચ્ચે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં આ અંગે પત્રકાર સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે અમે બોઇંગ 737  મેક્સ આઠ અને મેક્સ નવના તમામ વિમાનો પર પ્રતિબંધ મુકી […]

Top Stories World Trending
makk 8 બોઇંગ 737 મેક્સ વિમાન ઉપર અમેરિકામાં પ્રતિબંધ

વોશિંગ્ટન,

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હવે તમામ બોઇંગ 737  મેક્સ વિમાનના ઉડાણ પર પ્રતિબંધ મુકવાના નિર્ણયની જાહેરાત કરી દીધી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયના જોરદાર દબાણ વચ્ચે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં આ અંગે પત્રકાર સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે અમે બોઇંગ 737  મેક્સ આઠ અને મેક્સ નવના તમામ વિમાનો પર પ્રતિબંધ મુકી રહ્યા છીએ. ભારત સહિત યુરોપિયન યુનિયનના દેશો અને અન્ય કેટલાક દેશોએ આ વિમાન પર સુરક્ષાના કારણે પ્રતિબંધ મુકી દીધો છે.

આ વિમાનના ઉપયોગ પર પ્રતિબંધ મુકનાર પ્રથમ દેશ તરીકે નેધરલેન્ડ રહ્યા બાદ અન્ય દેશો પણ ઝડપથી આ દિશામાં આગળ વધ્યા હતા. સિંગાપોર, ઓમાન સહિતના દેશો પણ પ્રતિબંધ મુકી ચુક્યા છે. બોઇંગ 737 મેક્સ-8 વિમાનો પર પ્રતિબંધ મુકનાર દેશોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આ સંખ્યા આગામી દિવસોમાં વધે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. જે દેશો દ્વારા આ વિમાનની સેવા બંધ કરી દીધી છે તેમાં જર્મની, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, ઓમાન, ઇથિઓપિયા, ચીન, યરલેન્ડ, ઇન્ડોનેશિયા, મોરોક્કો અને બ્રિટનનો પણ સમાવેશ થાય છે. લાંબા ગાળા બાદ સુરક્ષા પાછા પર વિચારણા ચાલી રહી છે.

રવિવારના દિવસે વિમાન દુર્ઘટના થઇ હતી. ત્યારબાદથી એક પછી એક પ્રશ્નો સુરક્ષાને લઇને ઉભા થઇ રહ્યા હતા. હાલમાં કુલ બે વિમાન દુર્ઘટના થઇ છે. જેમાં 346 યાત્રીઓના મોત થયા છે. વિમાનમાં કેટલીક ખામી હોવાના કારણે હવે વૈજ્ઞાનિકો અને બોઇંગ કંપની તરફથી પણ કેટલાક ખુલાસા કરવામાં આવ્યા છે. વિમાનમાં કેટલીક ખામીઓના સંબંધમાં પાયલોટ તરફથી પણ વાત કરવામાં આવી છે