Not Set/ આ કારણોસર ચીન સરકારે લગાવ્યો હલાલ માંસ પર પ્રતિબંધ

જીનપીંગ ચીનની સરકાર હાલ દેશમાં મુસ્લિમો પર વિવિધ પ્રતિબંધ લગાવી રહી છે. હાલમાં ચીને હલાલ માંસ પર બેન લગાવ્યો છે. ઇસ્લામ ધર્મની માન્યતા અનુસાર મુસ્લિમ લોકો માત્ર હલાલ માંસ જ ખાઈ શકે છે જીનપીંગ સરકાર દ્વારા આ પ્રકારનો પ્રતિબંધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ચીન હમણાથી મુસ્લિમો પર પ્રતિબંધ લગાવી રહી છે કેમ કે […]

World Trending
halal આ કારણોસર ચીન સરકારે લગાવ્યો હલાલ માંસ પર પ્રતિબંધ

જીનપીંગ

ચીનની સરકાર હાલ દેશમાં મુસ્લિમો પર વિવિધ પ્રતિબંધ લગાવી રહી છે. હાલમાં ચીને હલાલ માંસ પર બેન લગાવ્યો છે. ઇસ્લામ ધર્મની માન્યતા અનુસાર મુસ્લિમ લોકો માત્ર હલાલ માંસ જ ખાઈ શકે છે જીનપીંગ સરકાર દ્વારા આ પ્રકારનો પ્રતિબંધ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ચીન હમણાથી મુસ્લિમો પર પ્રતિબંધ લગાવી રહી છે કેમ કે ચીનની સરકાર એવ્વું ઇરછે છે કે ચીનમાં વસવાટ કરી રહેલા મુસ્લિમ લોકો તેમની ધાર્મિક માન્યતાઓને છોડીને ચીનની સંસ્કૃતિને અપનાવી લે.

તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૪માં પણ સિનજિયાંગ શહેરની બસમાં બુરખો બાંધવા અને પુરુષોને લાંબી દાઢી રાખવા પર રોક લગાવી હતી. આ પગલું ભરવા પાછળ તેમણે સુરક્ષાનું કારણ આપ્યું હતું પરંતુ તે દરમ્યાન મુસ્લિમ સંપ્રદાયની લાગણી દુભાઈ હતી.

તો બીજી તરફ ચીને હલાલ માંસ પર રોક લગાવી દીધી છે જેના લીધે ચીનમાં કુલ હલાલ માંસ વેચનારી ૭૦૦ દુકાનો બંધ કરાવવામાં આવી છે.