Not Set/ World Cup 2019 : ન્યૂઝીલેન્ડની ટીમમાં આ છે ખાસ ખેલાડીઓ, પોતાના દમ પર જીતાડી શકે છે મેચ

વર્લ્ડકપની શરૂઆત આડે હવે ગણતરીનાં દિવસો રહ્યા છે ત્યારે વર્લ્ડ કપમાં ભાગ લેનાર ટીમોને લઇને ચર્ચા વધુ ચાલી રહી છે. આ વખતે તમામ ટીમો તેમના પ્રદર્શનને સુધારવા માટે ઉત્સુક છે. આવી જ એક ટીમ ન્યૂઝીલેન્ડની પણ છે. ન્યૂઝીલેન્ડની ટીમ પણ વર્લ્ડકપ સમયે ઇંગ્લેન્ડમાં તેના પહેલાનાં ઇતિહાસને રિપિટ કરવા ઇચ્છુક છે. ક્રિકેટ મહાકુંભમાં આ ટીમ પણ […]

Uncategorized
D3LjYCpXkAASo R World Cup 2019 : ન્યૂઝીલેન્ડની ટીમમાં આ છે ખાસ ખેલાડીઓ, પોતાના દમ પર જીતાડી શકે છે મેચ

વર્લ્ડકપની શરૂઆત આડે હવે ગણતરીનાં દિવસો રહ્યા છે ત્યારે વર્લ્ડ કપમાં ભાગ લેનાર ટીમોને લઇને ચર્ચા વધુ ચાલી રહી છે. આ વખતે તમામ ટીમો તેમના પ્રદર્શનને સુધારવા માટે ઉત્સુક છે. આવી જ એક ટીમ ન્યૂઝીલેન્ડની પણ છે. ન્યૂઝીલેન્ડની ટીમ પણ વર્લ્ડકપ સમયે ઇંગ્લેન્ડમાં તેના પહેલાનાં ઇતિહાસને રિપિટ કરવા ઇચ્છુક છે. ક્રિકેટ મહાકુંભમાં આ ટીમ પણ શક્તિશાળી ટીમ પૈકી એક ટીમ તરીકે ઉભરી છે. ન્યૂઝીલેન્ડે જ્યારે પણ વર્લ્ડકપમાં એન્ટ્રી કરી છે ત્યારે હંમેશા તેનો દેખાવ સારો રહ્યો છે.

world cup sceduled World Cup 2019 : ન્યૂઝીલેન્ડની ટીમમાં આ છે ખાસ ખેલાડીઓ, પોતાના દમ પર જીતાડી શકે છે મેચ
world cup scheduled

ન્યૂઝીલેન્ડની ટીમ પાંચ વખત સેમીફાઇનલમાં પહોંચી ચુકી છે. છેલ્લા વિશ્વ કપમાં તો તે ફાઇનલમાં પહોંચી ગઇ હતી. જો કે જીત મેળવી લેવામાં સફળ રહી ન હતી. આ વખતે પણ તે છેલ્લા વર્લ્ડકપની જેમ દેખાવ કરવા માટે ઇચ્છુક છે. આ વખતે પણ તે લડાયક મુડમાં દેખાઇ રહી છે. તેની પાસે તમામ એવા ખેલાડી છે જે બેટિંગ અને બોલિંગમાં પોતાની ટીમને જોરદાર દેખાવ કરીને જીત અપાવી શકે છે. ન્યૂઝીલેન્ડની ટીમ એક એવી ટીમ છે જે ઇંગ્લેન્ડમાં કોઇ મોટા ઉલટફેર કરી શકે છે. છેલ્લી વખતે ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાની સાથે મળીને સંયુક્ત રીતે વર્લ્ડકપનું આયોજન કર્યુ હતુ. સાથે સાથે ફાઇનલમાં પણ પહોંચી હતી. પરંતુ આ વખતે તે ઇંગ્લેન્ડની ધરતી પર રમનાર છે. જેથી તેની સામે દેખાવનું પુનરાવર્તન કરવાની કસોટી છે. કેન વિલિયમસનનાં નેતૃત્વમાં ટીમમાં જીત મેળવી શકે તેવા અનેક ખેલાડી રહેલા છે. વિલિયમસન પોતે હાલમાં ભારતમાં આઇપીએલમાં શાનદાર બેટિંગ કરી ચુક્યો છે. ન્યૂઝીલેન્ડનાં અન્ય ખેલાડીઓ પણ આઇપીએલમાં રમીને ગયા છે. વિલિયમસન તો સનરાઇઝર્સ હૈદરાબાદમાં કેપ્ટન તરીકે હતો. તે ટીમને પ્લે ઓફમાં લઇ ગયો હતો.

pjimage 41 World Cup 2019 : ન્યૂઝીલેન્ડની ટીમમાં આ છે ખાસ ખેલાડીઓ, પોતાના દમ પર જીતાડી શકે છે મેચ
Colin Munro, Kane Williamson, Rose Tylor, Guptil

ન્યૂઝીલેન્ડની ટીમમાં કોલિન મુનરો એક ખતરનાક બેટ્સમેન છે. સાથે સાથે રોસ ટેલર અને ગુપ્ટિલ જેવા ધરખમ ખેલાડી પણ રહેલા છે. વર્લ્ડકપની શરૂઆત ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં ૩૦મી મે નાં દિવસે થવા જઇ રહી છે. ક્રિકેટ મહાકુંભ ૧૪મી જુલાઇ સુધી ચાલવાનો છે. ટીમમાં ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ પણ છે. જે ખતરનાક બોલર પૈકીનાં એક તરીકે વિશ્વભરમાં જાણીતો છે. આ વખતે વર્લ્ડકપ રાઉન્ડ રોબિન તરીકે રમાનાર છે. એટલે કે દરેક ટીમ બાકીની તમામ ટીમો સામે મેચ રમનાર છે. રાઉન્ડ રોબિન બાદ ટોપની ચાર ટીમો સેમીફાઇનલમાં પહોંચી શકશે. ત્યારબાદ બે ટીમો ફાઇનલમાં પહોંચશે. ન્યૂઝીલેન્ડની ટીંમનાં મુખ્ય આધાર તરીકે વિલિયમસન છે. જો કે ટીમનાં અન્ય ખેલાડીઓમાં ગુપ્ટિલ અને રોસ ટોલરને દુનિયાનાં સૌથી ખતરનાક ખેલાડી પૈકી એક તરીકે ગણવામાં આવે છે. વિતેલા વર્ષોમાં આ બંને ખેલાડી અનેક વખત એકલા હાથે પોતાની ટીમને જીત અપાવી ચુક્યા છે. આવી સ્થિતીમાં વર્લ્ડકપમાં પણ તેની પાસેથી શાનદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ન્યૂઝીલેન્ડની ટીમ હંમેશા એક શક્તિશાળી ટીમ તરીકે રહી છે. તે લડાયક દેખાવ અને શાનદાર ફિલ્ડિંગનાં કારણે પણ જાણીતી ટીમ રહી છે. ન્યૂઝીલેન્ડનાં ક્રિકેટ ચાહકો તેમની ટીમ પાસેથી જોરદાર દેખાવની અપેક્ષા રાખી રહ્યા છે. ઇંગ્લેન્ડ પહોંચી ગયા બાદ તેના ખેલાડી પ્રેકટીસ કરી પરસેવો પાડી રહ્યા છે. વર્લ્ડકપ પહેલા ટીમ કેટલીક અભ્યાસ મેચ રમનાર છે જે પૈકી એક મેચ ભારત સામે રમશે.