Not Set/ અમેરિકાના પ્રથમ હિંદુ સાંસદ તુલસી ગબાર્ડ ૨૦૨૦માં ટ્રમ્પ સામે લડશે ચૂંટણી

હાલમાં જ અમેરિકાના મીડિયાના સમાચાર પ્રમાણે અમેરિકાના પ્રથમ હિંદુ સાંસદ તુલસી ગબાર્ડ વર્ષ ૨૦૨૦માં ટ્રમ્પની સામે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાના છે. તુલસી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર છે. US Media: Democratic Representative Tulsi Gabbard said Friday she will run for president in 2020. pic.twitter.com/AiI6wbuqWn— ANI (@ANI) January 11, 2019 તમને જણાવી દઈએ કે સ્વાભાવિક રીતે તુલસી એવું નામ સાંભળીને તે […]

Top Stories World Trending Politics
tulsigabbard 0 અમેરિકાના પ્રથમ હિંદુ સાંસદ તુલસી ગબાર્ડ ૨૦૨૦માં ટ્રમ્પ સામે લડશે ચૂંટણી

હાલમાં જ અમેરિકાના મીડિયાના સમાચાર પ્રમાણે અમેરિકાના પ્રથમ હિંદુ સાંસદ તુલસી ગબાર્ડ વર્ષ ૨૦૨૦માં ટ્રમ્પની સામે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાના છે. તુલસી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર છે.

તમને જણાવી દઈએ કે સ્વાભાવિક રીતે તુલસી એવું નામ સાંભળીને તે મૂળ ભારતીય હશે એવું ઘણાને લાગે, પરંતુ તેના કે તેની કુટુંબના મૂળિયા ભારતમાં નથી. ફક્ત તેનું નામ તુલસી છે અને તેનું કુટુંબ ચૈતન્ય મહાપ્રભુ દ્વારા સ્થાપિત વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલું છે એટલું જ ભારતીય કનેક્શન છે. તેમના પિતા માઇક ગબાર્ડ કેથોલિક છે, પણ માતા કેરોલ ગૌડિય વૈષ્ણવ સંપ્રદાયથી આકર્ષાયા હતા.

તુલસીએ બહુ નાની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો તેના કારણે પણ તેમનું નામ જાણીતું થયું હતું. તેઓ માત્ર 21 વર્ષના હતા ત્યારે હવાઇ ટાપુની વિધાનસભામાં જીત્ય હતા.તે અને તેમના પિતા બંને સાથે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.

Related image

બાદમાં કુટુંબની બીજી પરંપરા પ્રમાણે તે સેનામાં જોડાઈ ગયા હતા.

Related image

2004માં તુલસી સેનામાં જોડાઈ અને કુવૈત લડવા ગયેલી અમેરિકન સેનામાં સામેલ થયા હતા. તેને યાદ છે કે તેના પિતાએ તેને સેનામાં મોકલ્યા ત્યારે રડ્યા નહોતા, પણ તે કુવૈતથી સલામત પાછી આવ્યા ત્યારે રડ્યા હતા. કુવૈતનો તેમનો અનુભવ અને અફઘાનિસ્તાનમાં અમેરિકન દળોની કામગીરીને કારણે તેને ઇસ્લામી જેહાદી ત્રાસવાદનો સારો અભ્યાસ છે.

હિલેરી અને બિલ ક્લિન્ટનને પણ ભારતીય સમુદાય સાથે સારું બનતું હતું. તુલસીને પણ સારું બને છે. સાથે જ બીજા પર ભારતીય નામો અમેરિકાના રાજકારણમાં ગુંજવા લાગ્યા છે.