Not Set/ અમેરિકાના 2016ના પ્રેસિડન્ટ ઇલેકશનમાં રશિયાનો કોઈ હાથ નહોતો

  2016માં અમેરિકામાં થયેલ રાષ્ટ્રપતિ ચૂંટણી ઝુંબેશ પર વ્યાપક અસર પહોંચાડવાનો રશિયા પર આરોપ મૂકવામાં આવ્યો હતો.જોકે રશિયાએ આવા આક્ષેપોને નકારતું આવ્યું છે. તેઓ કહે છે કે અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમનો કોઈ હાથ નથી, પરંતુ અમેરિકામાં આ તથ્યની તપાસ ચાલી રહી છે. બે વર્ષ પછી આના તપાસના રીપોર્ટ આવ્યા છે. રવિવારે અમેરિકાના કાયદા મંત્રાલયના વિશેષ […]

World Trending
apm 6 અમેરિકાના 2016ના પ્રેસિડન્ટ ઇલેકશનમાં રશિયાનો કોઈ હાથ નહોતો

 

2016માં અમેરિકામાં થયેલ રાષ્ટ્રપતિ ચૂંટણી ઝુંબેશ પર વ્યાપક અસર પહોંચાડવાનો રશિયા પર આરોપ મૂકવામાં આવ્યો હતો.જોકે રશિયાએ આવા આક્ષેપોને નકારતું આવ્યું છે. તેઓ કહે છે કે અમેરિકા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમનો કોઈ હાથ નથી, પરંતુ અમેરિકામાં આ તથ્યની તપાસ ચાલી રહી છે. બે વર્ષ પછી આના તપાસના રીપોર્ટ આવ્યા છે.

રવિવારે અમેરિકાના કાયદા મંત્રાલયના વિશેષ વકીલ રોબર્ટ મૂલરે કહ્યું કે તપાસમાં કોઈ પણ પુરાવા મળ્યા નથી કે 2016 માં ડોનાલ્ડ ટ્રમ્પની ચુંટણી પ્રચારમાં કોઈ પણ રીતે રશિયાએ દખલગીરી કરી અસર પહોંચાડી હોય.

કોંગ્રેસને લખેલા ચાર પાનાના પત્રમાં એટર્ની જનરલ વિલિયમ બારે કહ્યું કે મૂલરની રિપોર્ટ કોઈ અતિશયોક્તિ નથી. વિલિયમ બારે રવિવારે બપોરે મૂલરની રિપોર્ટના ચાર પાનાનો સારાંશ બહાર પાડ્યો. મૂલરે શુક્રવારે તેની તપાસ પૂર્ણ કરી જેમાં  ટ્રમ્પ પર કોઈ નવા આરોપ લગાવામાં આવ્યા નથી.

છેલ્લા બે વર્ષથી, ટ્રમ્પ આ બાબતે તપાસ એજન્સીઓના રડાર પર હતા. ડેમોક્રેટ માને છે કે ટ્રમ્પે તપાસ બંધ કરવાનો પ્રયાસ કર્યો છે. વ્હાઇટ હાઉસે અહેવાલ આપ્યો કે મૂલરની રિપોર્ટ અધિકૃત હતી. વ્હાઇટ હાઉસના પ્રવક્તા સારાહ સેન્ડર્સે જણાવ્યું હતું કે, “મંત્રાલયની તપાસમાં તે નોંધ્યું છે કે યુ.એસ. પ્રમુખ વિશેનો અહેવાલ સંપૂર્ણ રીતે સાચો છે.”

વાસ્તવમાં, ટ્રમ્પે એફબીઆઇના ડિરેક્ટર જેમ્સ કોમને ઉથલાવીને ન્યાય પ્રક્રિયાને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો કે નહીં તે અંગેનો પ્રશ્ન મુલરની તપાસમાં જવાબ આપ્યો નથી. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન, તેમના પુત્રના રશિયન વકીલ સાથે તેમની મીટિંગ પર અપર્યાપ્ત અપૂર્ણ વિગતો તૈયાર કરી હતી.

જેના પછી એટર્ની જનરલને તેનો નિર્ણય નક્કી કરવો પડ્યો હતો. અધિકારીઓ સાથે વાતચીત કરતા બારએ જણાવ્યું હતું કે તેણે અને તેના સહાયક રોડ રોસેસ્ટેઇનને પુરાવા ઊંડાણમાં પુરાવા મળ્યા છે કે પ્રમુખ એ કોઈપણ રીતે ન્યાય પ્રક્રિયાને અવરોધે છે તે સાબિત કરવા માટે પૂરતું નથી.