Not Set/ ‘એક વિવાહ ઐસા ભી’/ આ કારણસર યુવક યુવતીએ હોસ્પિટલમાં કર્યા લગ્ન

કોઈપણના જીવનમાં લગ્ન એવો પ્રસંગ છે જેને યાદગાર બનાવવા લોકો કરોડો રૂપિયા પણ ખર્ચતા વિચાર નથી કરતા. કોઈ મહેલમાં લગ્ન કરતું હોય છે તો કોઈ દરિયાકિનારે બીચ પર.પરંતુ આજે આપણે એવા યુગલની વાત કરવાના છીએ જેમણે હોસ્પિટલમાં લગ્ન કર્યા હોય.અમેરિકાના ટેક્સાસમાં રહેતા અલિહા અને મિશેલ થોમસનએ હોસ્પિટલમાં જ લગ્ન કરી લીધા એ પણ વેડિંગ ડ્રેસ […]

World
mayaaaaa 'એક વિવાહ ઐસા ભી'/ આ કારણસર યુવક યુવતીએ હોસ્પિટલમાં કર્યા લગ્ન

કોઈપણના જીવનમાં લગ્ન એવો પ્રસંગ છે જેને યાદગાર બનાવવા લોકો કરોડો રૂપિયા પણ ખર્ચતા વિચાર નથી કરતા. કોઈ મહેલમાં લગ્ન કરતું હોય છે તો કોઈ દરિયાકિનારે બીચ પર.પરંતુ આજે આપણે એવા યુગલની વાત કરવાના છીએ જેમણે હોસ્પિટલમાં લગ્ન કર્યા હોય.અમેરિકાના ટેક્સાસમાં રહેતા અલિહા અને મિશેલ થોમસનએ હોસ્પિટલમાં જ લગ્ન કરી લીધા એ પણ વેડિંગ ડ્રેસ નહિ પરંતુ હોસ્પિટલના યુનિફોર્મમાં.

હવે જાણીએ કે અલિહા અને મિશેલે આ રીતે લગ્ન કેમ કર્યા.મિશેલ એટલે કે યુવકના પિતાને ગંભીર કહેવાય તેવું  ઓપરેશન કરાવવું પડે તેવું હતું જેના માટે તેમણે લાંબા સમય સુધી હોસ્ટિપલમાં જ પસાર કરવા પડે તેમ હતું. જેથી મિશેલે નક્કી કર્યું કે તેમને સરપ્રાઈઝ આપવામાં આવે અને લગ્ન હોસ્પિટલમાં જ કરવામાં આવે.

USA 1 'એક વિવાહ ઐસા ભી'/ આ કારણસર યુવક યુવતીએ હોસ્પિટલમાં કર્યા લગ્ન

મિશેલ અને અલિહા બંનેએ મળીને પિતાની સર્જરી થાય તે પહેલા આ સરપ્રાઈઝ આપી. તેઓ ચર્ચ ન ગયા પરંતુ પિતાની સામે જ રિંગ સેરેમની કરી દીધી. વોર્ડમાં બાકીના દર્દીઓ પણ આ દ્રશ્ય જોઈને આશ્રયચકિત થઈ ગયા.

USA 2 'એક વિવાહ ઐસા ભી'/ આ કારણસર યુવક યુવતીએ હોસ્પિટલમાં કર્યા લગ્ન

અલિહાએ કહ્યું કે અમે વિવાહને સીમિત લોકો વચ્ચે જ ઉજવવા ઇચ્છતા હતા.જેમાં માત્ર અમે બે, અમારો પરિવાર અને પિતા હતા.જો કે  અમે વિવાહ વીધી શરૂ કરી ત્યાં જ હોસ્પિટલના અન્ય સ્ટાફ અને નર્સ પણ આવી પહોંચ્યા. અમારી ખુશીમાં સામેલ થવા ડોક્ટર્સ અને કેટલાક દર્દીઓ પણ આવી ગયા હતા.

આ પહેલા બંને માર્ચ મહિનામાં લગ્ન કરવાના હતા. પરંતુ મિશેલના પિતાની હાલત જોઈને બધું ઝડપથી પ્લાન કરવામાં આવ્યું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.