China/ કોરોનાથી લોકડાઉન, ઘરોમાં કેદ બુમો પાડતા લોકોનો વીડિયો વાયરલ

ચીનમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈમાં ફરી એકવખત કડક લોકડાઉન વચ્ચે રહેવાનો વારો આવ્યો છે. લાંબા સમયથી કડક લોકડાઉન હોવાના કારણે સ્થાનિક સત્તાવાળાઓ પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.

Top Stories World
lockdown

ચીનમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈમાં ફરી એકવખત કડક લોકડાઉન વચ્ચે રહેવાનો વારો આવ્યો છે. લાંબા સમયથી કડક લોકડાઉન હોવાના કારણે સ્થાનિક સત્તાવાળાઓ પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકો તેમના એપાર્ટમેન્ટમાંથી ઉભા થઈને બૂમો પાડતા જોઈ શકાયા હતાં.. આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. જેમાં લોકો પોતાનો વિરોધ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.

ચીન ‘ઝીરો કોવિડ પોલિસી’નું પાલન કરી રહ્યું છે. ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈમાં સંક્રમણની અસરને જોતા ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની સરકારે સમગ્ર શહેરમાં કડક લોકડાઉન લગાવી દીધું છે. આ દરમિયાન, કડક કોવિડ લોકડાઉનથી નારાજ લોકોના વીડિયો સામે આવ્યા છે જેમાં લોકો ઉગ્ર દેખાતા જોવા મળી રહ્યાં છે.

કેટલાંય દિવસોથી ઘરમાં બંધ અકળાયેલા કેટલાંક લોકોની તેમના એપાર્ટમેન્ટમાંથી ચીસો સંભળાઈ રહી છે. સોશિયલ મીડિયામાં આવા ઘણા વિડીયો વાયરલ થયાં છે. જેમાં લોકોને સ્થાનિક અધિકારીઓ સાથે લડતા પણ જોઈ શકાય છે. લોકો ચેતવણી આપી રહ્યા છે કે આવા કડક લોકડાઉનના ગંભીર પરિણામો આવી શકે છે. સરકારની કડક કોવિડ નીતિ હેઠળ, ચેપના ફેલાવાને રોકવા માટે ચીને 5 એપ્રિલથી શાંઘાઈને સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. શહેરના 26 કરોડ લોકો તેમના ઘરોમાં છે.

અમેરિકામાં રહેતા જાણીતા હેલ્થ સાયન્ટિસ્ટ ડૉ. એરિક ફીગલ-ડિંગે શાંઘાઈના કેટલાક વીડિયો ટ્વીટ કર્યા છે. વીડિયો ટ્વીટ કરતી વખતે તેણે લખ્યું હતું કે, ચીનના લોકો એપાર્ટમેન્ટમાંથી સ્થાનિક બોલી શાંઘાઈમાં બૂમો પાડી રહ્યા છે.

આ પણ વાંચો: કેજરીવાલે ગુજરાતની સરકારી શાળાની હાલત જોઈને કર્યો અફસોસ, કહ્યું, આ દુર્દશા ખૂબ જ દુઃખદ