Not Set/ અમેરિકામાં મોહન ભાગવતે દુનિયાના હિન્દુઓને આપી કઈક આવી સલાહ

શિકાગો રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શુક્રવારે શિકાગોમાં કહ્યું હતું કે હિંદુ સમાજમાં પ્રતિભાશાળી લોકોની સંખ્યા સૌથી વધારે છે. ભાગવતે હિંદુ સમુદાયને એકસાથે હળીમળીને કામ કરવાની સલાહ આપી હતી. શિકાગોમાં વિશ્વ હિંદુ સંમેલનમાં આશરે ૨૫૦૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ૨૫૦૦ લોકોની હાજરીમાં મોહન ભાગવતે કહ્યું હતું કે હિંદુ સમુદાય એક એવો એવો સમુદાય […]

World Trending
mohan bhagwat અમેરિકામાં મોહન ભાગવતે દુનિયાના હિન્દુઓને આપી કઈક આવી સલાહ

શિકાગો

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શુક્રવારે શિકાગોમાં કહ્યું હતું કે હિંદુ સમાજમાં પ્રતિભાશાળી લોકોની સંખ્યા સૌથી વધારે છે. ભાગવતે હિંદુ સમુદાયને એકસાથે હળીમળીને કામ કરવાની સલાહ આપી હતી. શિકાગોમાં વિશ્વ હિંદુ સંમેલનમાં આશરે ૨૫૦૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ૨૫૦૦ લોકોની હાજરીમાં મોહન ભાગવતે કહ્યું હતું કે હિંદુ સમુદાય એક એવો એવો સમુદાય છે કે જેની પાસે સૌથી વધારે ટેલેન્ટેડ લોકો છે પરંતુ તે લોકો સાથે કામ નથી કરતા.

મોહન ભાગવતે સિહ અને કુતરાનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે સિંહ જો એકલો હોય તો પણ જંગલી કુતરા તેને ઘેરી શકે છે. એટલે જ હિન્દુઓએ સાથે મળીને કામ કરવું જરૂરી છે.

હજારો હિંદુઓ વર્ષોથી દબવાઈ રહ્યા છે કેમ કે તેઓ પોતાના મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરવાનું ભૂલી ગયા છે. પોતાના ધર્મનું આધ્યાક્ત્મિક મહત્વને  ભૂલતા જાય છે. મોહન ભાગવતે લોકોને સંબોધીને કહ્યું હતું કે આપણે બધાએ સાથે આવવું પડશે.

આરએસએસના વડાએ કહ્યું હતું કે આપના મુલ્યો જ આજના સમયમાં સાર્વજનિક બની ગયા છે. આપણે દરેક પરિસ્થિતિમાં આધ્યાત્મિક ગુરુ જેવા બની ગયા છીએ. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પૈસા જ બધું નથી હોતું. આપના સૌની પાસે જ્ઞાન અને બુદ્ધિ છે તેનો મતલબ એ નથી કે આપણે આપના સંસ્કારને ભૂલવા જોઈએ. અત્યારે આપણે સૌ એકબીજા સાથે હળીમળીને કામ કરવાનું ભૂલી ગયા છીએ.