Not Set/ સાયકલ ચલાવીને બાળકને જન્મ આપવા હોસ્પિટલ પહોંચ્યા આ મંત્રી

ન્યુઝીલેન્ડના મંત્રી જુલી એને જેન્ટર પોતાના પહેલા બાળકને જન્મ આપવા માટે સાયકલ ચલાવતા હોસ્પિટલ પહોંચ્યા હતા. ગ્રીન પાર્ટીના સાંસદ જેન્ટર સાયકલિસ્ટ પણ છે. પ્રસવ માટે તેઓ પોતાના ઘરેથી લગભગ એક કિલોમીટર દૂર ઓકલેન્ડ સીટી હોસ્પિટલ સુધી સાયકલ ચલાવતા પહોંચ્યા હતા. એમણે સોશિયલ મીડિયા પર એમની તસ્વીર શેર કરતા લખ્યું કે મેં અને મારા જીવનસાથીએ સાયકલ દ્વારા […]

World Trending
pb2017 30 julie anne genter 8370 edit સાયકલ ચલાવીને બાળકને જન્મ આપવા હોસ્પિટલ પહોંચ્યા આ મંત્રી

ન્યુઝીલેન્ડના મંત્રી જુલી એને જેન્ટર પોતાના પહેલા બાળકને જન્મ આપવા માટે સાયકલ ચલાવતા હોસ્પિટલ પહોંચ્યા હતા. ગ્રીન પાર્ટીના સાંસદ જેન્ટર સાયકલિસ્ટ પણ છે. પ્રસવ માટે તેઓ પોતાના ઘરેથી લગભગ એક કિલોમીટર દૂર ઓકલેન્ડ સીટી હોસ્પિટલ સુધી સાયકલ ચલાવતા પહોંચ્યા હતા. એમણે સોશિયલ મીડિયા પર એમની તસ્વીર શેર કરતા લખ્યું કે મેં અને મારા જીવનસાથીએ સાયકલ દ્વારા જવાનો ફેંસલો કર્યો, કારણ કે કારમાં સહયોગીઓ માટે પર્યાપ્ત જગ્યા નહતી. પરંતુ આનાથી મારો મૂડ પણ સારો થઇ ગયો. એમને 42 અઠવાડિયાનો ગર્ભ છે. એમની પાર્ટીના સહયોગીએ જણાવ્યું કે અત્યાર સુધી એમણે બાળકને જન્મ આપ્યો નથી.

10137788 3x2 700x467 e1534754760861 સાયકલ ચલાવીને બાળકને જન્મ આપવા હોસ્પિટલ પહોંચ્યા આ મંત્રી

ન્યુ ઝીલેન્ડના પીએમ જેસીંડા આર્ડરન એ પણ પીએમ રહેતા ઘણા રેકોર્ડ તોડ્યા છે. તેઓ દુનિયાના બીજા રાષ્ટ્રાધ્યક્ષ છે, જેમણે પદ પર રહેતા બાળકને જન્મ આપ્યો હતો. જેસીંડાએ 6 અઠવાડિયાની પેરેંટલ લિવ લીધી હતી. અને પછી નવજાત બાળક સાથે પાછા ફરતા પદભાર સંભાળ્યો હતો. હવે ન્યૂ ઝીલેન્ડના મંત્રીએ ઉદાહરણરૂપ સાયકલ ચલાવીને હોપિટલ પહોંચી બાળકને જન્મ આપ્યો.

1534647435181 e1534754784132 સાયકલ ચલાવીને બાળકને જન્મ આપવા હોસ્પિટલ પહોંચ્યા આ મંત્રી

મહિલા વિકાસ અધિકારી જુલી એને જેન્ટર પોતાનો ફોટો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. પીએમ જેસીંડા આર્ડરન બાદ તેઓ કેબિનેટના બીજા એવા સભ્ય છે, જેમણે કાર્યકાળ દરમિયાન બાળકને જન્મ આપ્યો છે. 38 વર્ષની જેન્ટરે 10 ઓગસ્ટે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે તેઓ 40 અઠવાડિયા અને 4 દિવસથી ગર્ભવતી છે. અને બાળકને જન્મ આપવાની રાહ જોઈ રહ્યા છે. બાળકના જન્મ બાદ તેઓ ત્રણ મહિનાની પેરેન્ટલ લિવ લેશે.