Not Set/ પાકિસ્તાન ફરી ગયું,કરતારપુર સાહિબ જવા માટે પાસપોર્ટ ફરજીયાત કરાયો

પાકિસ્તાનની આઈએસપીઆરના વડા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું છે કે,ભારતીય શીખ યાત્રાળુઓ કરતારપુર કોરિડોરથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કરતારપુર સાહિબ ગુરુદ્વારા જવા માટે પાસપોર્ટ હોવા જ જોઇએ. આમ કરતારપુર કોરિડોર પર પાકિસ્તાની વડાપ્રધાન  ઇમરાન ખાનને પાકિસ્તાની સેનાએ જૂઠા સાબિત કરી દીધા છે. પાકિસ્તાન સેનાએ ભારતીય શ્રદ્ધાળુઓ માટે પાસપોર્ટને અનિવાર્ય કરી દીધો છે. આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન […]

World
mahiaapa 7 પાકિસ્તાન ફરી ગયું,કરતારપુર સાહિબ જવા માટે પાસપોર્ટ ફરજીયાત કરાયો

પાકિસ્તાનની આઈએસપીઆરના વડા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું છે કે,ભારતીય શીખ યાત્રાળુઓ કરતારપુર કોરિડોરથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કરતારપુર સાહિબ ગુરુદ્વારા જવા માટે પાસપોર્ટ હોવા જ જોઇએ.

આમ કરતારપુર કોરિડોર પર પાકિસ્તાની વડાપ્રધાન  ઇમરાન ખાનને પાકિસ્તાની સેનાએ જૂઠા સાબિત કરી દીધા છે. પાકિસ્તાન સેનાએ ભારતીય શ્રદ્ધાળુઓ માટે પાસપોર્ટને અનિવાર્ય કરી દીધો છે.

આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને 1 નવેમ્બરના રોજ ટ્વિટર પર કરતારપુર કોરિડોર પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે મુલાકાતીઓએ તેમના ઓળખપત્ર તરીકે પાસપોર્ટ લાવવો જોઈએ અને પૂર્વ નોંધણીમાં મુક્તિ આપી હતી.

કરતારપુર કોરિડોરનું ઉદ્દઘાટન શિખ ધર્મના સ્થાપક બાબા ગુરુ નાનક દેવની 550 મી જન્મજયંતિ પૂર્વે શનિવારે કરવામાં આવશે. એક ન્યુઝ એજન્સી એ બુધવારે,   સૈન્યની મીડિયા વિંગના ઇન્ટર સર્વિસિસ પબ્લિક રિલેશન (આઈએસપીઆર) ના ડાયરેક્ટર જનરલ ગફૂરના નિવેદનની ટાંકીને કહ્યું છે કે, “સુરક્ષાના દૃષ્ટિકોણથી, પ્રવેશ પ્રક્રિયા પાસપોર્ટ આધારીત રહેશે. સુરક્ષા અથવા સાર્વભૌમત્વ અંગે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. “

મૂળ ગુરુદ્વારા દરબાર સાહિબ તરીકે જાણીતા આ ધાર્મિક સ્થળે ભારતીય શીખ ભક્તો કરતારપુર કોરિડોર દ્વારા વિઝા વિના ત્યાં જઈ શકે છે. ગુરુદ્વારા દરબાર સાહિબ શીખ લોકોનું પવિત્ર ધર્મસ્થાન છે, જ્યાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવએ તેમના જીવનના છેલ્લા 18 વર્ષો વિતાવ્યા અને ત્યાં પોતાનું જીવન આપી દીધું.

આ કોરિડોર આ વર્ષે 12 નવેમ્બરના રોજ ગુરુ નાનક દેવની 550 મી જન્મજયંતિની ઉજવણી પર શરૂ કરાશે. પાકિસ્તાન સરકારે ભારતીય યાત્રાળુઓને ગુરુ નાનક દેવની જન્મજયંતિ નિમિત્તે કોરિડોરમાં પ્રવેશ કરવા બદલ   20 ડોલર પ્રવેશ ફીની ભલામણ કરી છે. પાકિસ્તાનનો અંદાજ છે કે તે કરતારપુર પ્રવાસીઓ પાસેથી વાર્ષિક 3 કરોડ 65 લાખ ડોલરની કમાણી કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.