Not Set/ Video : એવું તો શું થયું કે એક પોપટે ફાયર ડીપાર્ટમેન્ટને ધંધે લગાવી દીધા !

પોપટને બોલતા તો સૌ કોઈએ સાંભળ્યો હશે પણ આ પોપટ કઈક અલગ પ્રકારનું બોલે છે કે જેને લઈને તેણે ફાયર ડીપાર્ટમેન્ટને ધંધે લગાડી દીધા હતા. આ કિસ્સો એટલો દિલચસ્પ છે કે જેને સાંભળીને તમે ચોક્કસથી ચોંકી જશો. બ્રિટીશ ફાયર સ્ટેશનને એક દિલચસ્પ જાણકારી આપી હતી. તેમના ફાયર ફાઈટરને એક ઘરમાં ઈમરજન્સી છે તેવા સમાચાર આપવામાં […]

World Videos
1200px Psittacus erithacus perching on tray 8d Video : એવું તો શું થયું કે એક પોપટે ફાયર ડીપાર્ટમેન્ટને ધંધે લગાવી દીધા !

પોપટને બોલતા તો સૌ કોઈએ સાંભળ્યો હશે પણ આ પોપટ કઈક અલગ પ્રકારનું બોલે છે કે જેને લઈને તેણે ફાયર ડીપાર્ટમેન્ટને ધંધે લગાડી દીધા હતા. આ કિસ્સો એટલો દિલચસ્પ છે કે જેને સાંભળીને તમે ચોક્કસથી ચોંકી જશો.

બ્રિટીશ ફાયર સ્ટેશનને એક દિલચસ્પ જાણકારી આપી હતી. તેમના ફાયર ફાઈટરને એક ઘરમાં ઈમરજન્સી છે તેવા સમાચાર આપવામાં આવ્યા હતા. આ ઘરમાં એક ધરું સ્મોક એલાર્મ વાગી રહ્યું હતું.

તમને  જણાવી દઈએ કે આ સ્મોક એલાર્મનો અવાજ નહી પણ પોપટ હતો જે આવો અવાજ નીકાળી રહ્યો હતો.

સુત્રોના જણાવ્યા પ્રમાણે કમાન્ડર જેમ્સે જણાવ્યું કે જયારે અમે ઘરે પહોચ્યા ત્યારે મકાન માલિકે કહ્યું કે તમે ખોટા એડ્રેસ પર આવી ગયા લાગો છો. અહી કોઈ આગ નથી લાગી.

એટલું જ નહી પણ જેમ્સે સ્મોક એલાર્મ પણ ચેક કર્યું હતું. જયારે તે લોકો એલાર્મ ચેક કરી રહ્યા હતા ત્યારે બેકગ્રાઉન્ડ બાજુથી એલાર્મનો અવાજ આવી રહ્યો હતો. જયારે તે લોકો એ જોયું ત્યારે ખબર પડી કે એક આફ્રિકન પોપટ એલાર્મ જેવો અવાજ નીકાળી રહ્યો હતો.

ફાયર ડીપાર્ટમેન્ટ દ્વારા આ પોપટનો વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે.

જેમ્સે વધુમાં કહ્યું હતું કે આ પોપટે અમારા દરેકના ચહેરા પર ખુશી લાવી દીધી હતી અમે લોકો ખુશ હતા કે કોઈ આગ નથી લાગી અને મકાન માલિક તેમ જ તેના બે પોપટ પણ સુરક્ષિત છે.

આ બન્ને પોપટના નામ જૈજ અને કીકી છે.