Not Set/ વરુણ ગાંધીની હત્યા કરવા માંગતો હતો દાઉદનો આ શૂટર, અબુ ધાબીમાં થઇ ધરપકડ

અબુ ધાબીમાં અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના શાર્પ શૂટર રાશિદ માલબારીની ધરપકડ બાદ સનસનીખેજ ખુલાસો થયો છે. રાશિદ માલબારીએ છોટા શકીલના કહેવા પર શ્રી રામ સેનાના સંસ્થાપક પ્રમોદ મુથાલિક અને ભાજપ નેતા વરુણ ગાંધીને મારવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ આ કાવતરાને અંજામ આપતા પહેલા જ શૂટરની ધરપકડ કરી લેવામાં આવી હતી. રાશિદ વર્ષ 2014માં મેંગ્લોર કોર્ટમાંથી […]

Top Stories World
658212 dawood ibrahim વરુણ ગાંધીની હત્યા કરવા માંગતો હતો દાઉદનો આ શૂટર, અબુ ધાબીમાં થઇ ધરપકડ

અબુ ધાબીમાં અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના શાર્પ શૂટર રાશિદ માલબારીની ધરપકડ બાદ સનસનીખેજ ખુલાસો થયો છે. રાશિદ માલબારીએ છોટા શકીલના કહેવા પર શ્રી રામ સેનાના સંસ્થાપક પ્રમોદ મુથાલિક અને ભાજપ નેતા વરુણ ગાંધીને મારવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ આ કાવતરાને અંજામ આપતા પહેલા જ શૂટરની ધરપકડ કરી લેવામાં આવી હતી.

rashid 1531377812 618x347 e1531391098363 વરુણ ગાંધીની હત્યા કરવા માંગતો હતો દાઉદનો આ શૂટર, અબુ ધાબીમાં થઇ ધરપકડ

રાશિદ વર્ષ 2014માં મેંગ્લોર કોર્ટમાંથી જામીન પરથી ભાગીને નેપાળ રસ્તે ભારતમાંથી ફરાર થઇ ગયો હતો. તે છોટા શકીલનો ખાસ માણસ છે. અંડરવર્લ્ડ માટે નેપાળનું બધું કામ રાશિદ માલબારી જ સંભાળે છે. બેંગકોકમાં વર્ષ 2000માં છોટા રાજન પર થયેલા હુમલામાં રશીદ માલબારી પણ શામેલ હતો.

Malabari Rashid વરુણ ગાંધીની હત્યા કરવા માંગતો હતો દાઉદનો આ શૂટર, અબુ ધાબીમાં થઇ ધરપકડ

આ હુમલામાં છોટા રાજનના નજીકનો માણસ રોહિત વર્મા માર્યો ગયો હતો. રાશિદ પર હત્યા અને એક્સટોર્શનના ઘણા કેસ છે. મેંગ્લોર કોર્ટમાંથી બેલ જમ્પ કર્યા બાદ પોલીસે રાશિદ માલબારી વિરુદ્ધ લૂક આઉટ નોટિસ ઇસ્યુ કરી હતી. ઉપરાંત રેડ કોર્નર નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી હતી.

રાશિદ ડી ગેંગનો ભારતનો સૌથી ખાસ માણસ માનવામાં આવે છે. રાશિદે છોટા શકીલના કહેવા પર ક્વાલાલમ્પુરમાં છોટા રાજનના ખાસની હત્યા કરી હતી. સુરક્ષા એજન્સીઓ રાશિદને ભારત લાવવાની કોશિશ કરી રહી છે. રાશિદની ધરપકડની પુષ્ટિ ખુદ છોટા શકીલે કરી છે.