Not Set/ 80 લાખ રૂપિયા કમાનાર વ્યક્તિ અહી ગણાય છે ‘ગરીબ’, જાણો ક્યાં અને શા માટે

જો ભારત દેશની વાત કરીએ તો, આપણા દેશમાં જે વ્યક્તિ દર મહીને શહેરમાં 965 રૂપિયા અને ગામડામાં 781 રૂપિયા ખર્ચ કરનાર વ્યક્તિ ગરીબ ગણાતો નથી. પણ દુનિયામાં એક એવી પણ જગ્યા છે કે જ્યાં વ્યક્તિ 80 લાખ કમાય છતાં પણ ગરીબ ની શ્રેણીમાં આવે છે. આ જગ્યા છે સાન ફ્રાન્સિસ્કો, અમેરિકાની આ જગ્યા માટે ત્યાનું […]

World Trending
Skyline Downtown Close up 1500 80 લાખ રૂપિયા કમાનાર વ્યક્તિ અહી ગણાય છે ‘ગરીબ’, જાણો ક્યાં અને શા માટે

જો ભારત દેશની વાત કરીએ તો, આપણા દેશમાં જે વ્યક્તિ દર મહીને શહેરમાં 965 રૂપિયા અને ગામડામાં 781 રૂપિયા ખર્ચ કરનાર વ્યક્તિ ગરીબ ગણાતો નથી. પણ દુનિયામાં એક એવી પણ જગ્યા છે કે જ્યાં વ્યક્તિ 80 લાખ કમાય છતાં પણ ગરીબ ની શ્રેણીમાં આવે છે.

આ જગ્યા છે સાન ફ્રાન્સિસ્કો, અમેરિકાની આ જગ્યા માટે ત્યાનું નિવાસ અને શહેરી વિકાસ વિભાગ તો આવું જ માને છે.

San Francisco e1531574606178 80 લાખ રૂપિયા કમાનાર વ્યક્તિ અહી ગણાય છે ‘ગરીબ’, જાણો ક્યાં અને શા માટે

બૃકીંગ ઇન્સ્ટીટયુટ ની વેબસાઈટ ધ હેમિલ્ટન પ્રોજેક્ટ અનુસાર 4 લોકોના પરિવારની આવક $ 117400 એટલે લગભગ 80 લાખ થી ઓછી છે, તો એ ગરીબ ની કેટેગરીમાં આવે છે. તમને આ જાણીને એકદમ નવાઈ લાગશે પણ આ હકીકત છે અને નિવાસ અને શહેરી વિકાસ વિભાગ ના રીપોર્ટ મુજબ $ 73300 એટલે 50 લાખ થી ઓછી આવક ધરવતા પરિવાર અતિ ગરીબ કેટગરીમાં આવે છે. એટલે સાન ફ્રાન્સિસ્કો કે સાન માટીયો અને એની આસપાસના વિસ્તારમાં જો તમે સ્થાયી હોવ અને તમારો 4 લોકોનો પરિવાર હોય અને તમારી આવક જો 80 લાખ રૂપિયાથી ઓછી હોય તો તમે ઓછા વેતન વાળા પરિવારમાં શામેલ છે .

san francisco plan e1531574659583 80 લાખ રૂપિયા કમાનાર વ્યક્તિ અહી ગણાય છે ‘ગરીબ’, જાણો ક્યાં અને શા માટે

પરંતુ જો તમે અમેરિકાના બાકીના શહેરોની સરખામણી સાન ફ્રાન્સિસ્કો સાથે કરશો તો, સૌથી ચોકાવનારી વાત સામે આવશે અને એ છે કે બાકીના શહેરોમાં 2/૩ લોકોની કમાઈ 80 લાખ કમાનારા પરિવારની કમાઈ થી ઓછી છે. 4 સભ્યો વાળા પરિવારની કમાઈ લગભગ 62 લાખ રૂપિયા છે. 32.6 કરોડની વસ્તી ધરાવતા અમેરિકા દેશમાં 4 કરોડ થી વધારે લોકો ગરીબી રેખા નીચે જીવે છે.

સાન ફ્રાન્સિસ્કો અમેરિકાના સૌથી વિકસિત અને મોંઘા શહેરો માંનું એક છે. મોટી ઇન્ડસ્ટ્રી અને આખા વર્ષ માટે સુંદર મોસમ હોવાના કારણે અહી રીયલ એસ્સ્ટેટ ના ભાવ ખુબ વધુ છે. વિકસિત હોવાના કારણે આ શહેર વધુ કમાણી કરનારા લોકોનું ઠેકાણું બની ગયું છે.