Not Set/ શ્રીલંકામાં વધુ એક વિસ્ફોટ : કોલંબો બસસ્ટેન્ડ પર 87 ડેટોનેટર મળ્યા, ઇમરજન્સી લાગુ

શ્રીલંકા, શ્રીલંકામાં રવિવારે 8 શ્રેણીબદ્વ બ્લાસ્ટ બાદ રાજધાની કોલંબોમાં વધુ એક બ્લાસ્ટ થયો છે. એક બોમ્બને ડિફયુઝ કરવા સમયે આ બ્લાસ્ટ થયો હતો. અત્યારસુધી આ બોમ્બ બ્લાસ્ટમાં કોઇને જાનહાની થઇ હોવાના સમાચાર નથી મળ્યા. આ બ્લાસ્ટ ચર્ચ પાસેની એક વાનમાં થયો હતો. Reuters: An explosion went off in a van near a church in Colombo, […]

Top Stories World Trending
gah 8 શ્રીલંકામાં વધુ એક વિસ્ફોટ : કોલંબો બસસ્ટેન્ડ પર 87 ડેટોનેટર મળ્યા, ઇમરજન્સી લાગુ

શ્રીલંકા,

શ્રીલંકામાં રવિવારે 8 શ્રેણીબદ્વ બ્લાસ્ટ બાદ રાજધાની કોલંબોમાં વધુ એક બ્લાસ્ટ થયો છે. એક બોમ્બને ડિફયુઝ કરવા સમયે આ બ્લાસ્ટ થયો હતો. અત્યારસુધી આ બોમ્બ બ્લાસ્ટમાં કોઇને જાનહાની થઇ હોવાના સમાચાર નથી મળ્યા. આ બ્લાસ્ટ ચર્ચ પાસેની એક વાનમાં થયો હતો.

શ્રીલંકામાં થયેલા 8 શ્રેણીબદ્વ વિસ્ફોટમાં મૃતકોનો આંક 290 પહોંચ્યો છે ત્યારે આ ભયાનક દુર્ઘટનાની તપાસ કરી રહેલી પોલિસને તપાસમાં કોલંબોના મુખ્ય બસ સ્ટેન્ડ પરથી 87 બોમ્બ ડેટોનેટર્સ મળ્યા છે. આ દુર્ઘટના બાદ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાને સોમવારે મધ્યરાત્રીથી સંપૂર્ણ દેશમાં ઇમરજન્સી લાગુ કરી છે.

શ્રેણીબદ્વ વિસ્ફોટની તપાસ કરી રહેલી શ્રીલંકાની પોલિસ અત્યારસુધી 24 સંદિગ્ધ લોકોની ધરપકડ કરી ચૂકી છે. સોમવારે સવારે કોલંબો એરપોર્ટ પરથી વધુ એક બોમ્બ મળ્યો હતો. સુરક્ષાદળોએ તેને ડિફ્યુસ કર્યો હતો. આ હુમલામાં 4 ભારતીયોના મૃત્યુ નિપજ્યા છે.

સિલસિલા બોમ્બ ધડાકાની પીડાને સહન કરી રહેલ શ્રીલંકામાં હજુ પણ પરિસ્થિતિ સામાન્ય થવાનું નામ નથી લઇ રહી. રવિવારના રોજ સતત 8 બ્લાસ્ટ પછી મોડી રાત્રે ફરી કોલંબોમાં બોમ્બની સૂચનાથી હલચલ મચી ગઈ. આ બોમ્બ કોલંબો એરપોર્ટની બહાર રાખવામાં આવ્યો હતો. સૂચના મળતા જ ઘટના સ્થળ પર પહોંચેલ પોલીસની ટીમએ બોમ્બને ડિફ્યુજ કર્યો. પોલીસ સૂત્રો અનુસાર, હોમમેડ પાઇપ બોમ્બ મુખ્ય ટર્મિનલ તરફ જવાવાળા માર્ગ પર મૂકવામાં આવ્યો હતો.

શ્રીલંકામાં રવિવારે થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટમાં 4 ભારતીયો સહિતનો મૃત્યુઆંક 290 પર પહોચ્યો છે. જ્યાંરે 500થી વધુ લોકો ઘવાયા છે.સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવનાર આ હુમલાની હજી સુધી કોઈ પણ આતંકવાદી સંગઠને જવાબદારી સ્વિકારી નથી.પંરતું સ્થાનિક મીડિયામાં નેશનલ તૌહિદ જમાતનું નામ લેવામાં આવી રહ્યું છે

નેશનલ તૌહિત જમાત એક ઈસ્લામિક ચરમપંથી સંગઠન છે. જેની એક શાખા તામિલનાડૂમાં પણ સક્રિય હોવાનું કહેવાય છે. સીરિયલ બ્લાસ્ટ મામલાની તપાસ કરી રહેલી શ્રીલંકાની પોલીસે અત્યારસુધી 24 લોકોની ધરપકડ કરી છે.ત્યાં આજે વહેલી સવારે કોલંબો એરપોર્ટ પાસેથી વધુ એક બોમ મળી આવ્યો છે. સુરક્ષાબળો દ્વારા આ બોમ્બને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ઝડપાયેલી આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યા મુજબ વિદેશી ગુપ્તચર વિભાગ દ્વારા શ્રીલંકા પોલીસના મુખ્ય અધિકારીને સાવધાન કરવામાં આવ્યા હતા કે નેશનલ તૌહિદ જમાત નામનું સંગઠન સ્યુસાઈડ હુમલાની તૈયારી કરી રહ્યું છે.જ્યાં પોલીસના મુખ્ય અધિકારીએ તમામ પોલીસ વિભાગને એલર્ટ કર્યું હતું.આમ છતા આતંકીઓ તેમના મનસુબામાં સફળ રહ્યાં અને 290થી વધુ નિર્દેોષ લોકો હણાઈ ગયા..