Not Set/ અમેરિકા: સ્કુલ ફાયરિંગમાં બચી જનાર યુવતીએ કરી આત્મહત્યા

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકાના મારર્જરી સ્ટોનમેન ડગલસ હાઇસ્કુલમાં થયેલ ફાયરિંગમાં પોતાનું જીવન બચાવનારી 19 વર્ષીય સિડની એઈલોએ આત્મહત્યા કરી લીધી છે. અમેરિકામાં ફ્લોરિડાના આ હાઇસ્કુલમાં થયેલ ફાયરિંગની ઘટનામાં 17 લોકો માર્યા ગયા હતા. સ્કૂલમાં ફાયરિંગ કરતો બંદૂકધારી હુમલાખોર પૂર્વ વિદ્યાર્થી હતો, જેને સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા નીકાળવામાં આવ્યો હતો અને તે ફક્ત 19 વર્ષનો હતો. આ […]

World Trending
arm 2 અમેરિકા: સ્કુલ ફાયરિંગમાં બચી જનાર યુવતીએ કરી આત્મહત્યા

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકાના મારર્જરી સ્ટોનમેન ડગલસ હાઇસ્કુલમાં થયેલ ફાયરિંગમાં પોતાનું જીવન બચાવનારી 19 વર્ષીય સિડની એઈલોએ આત્મહત્યા કરી લીધી છે. અમેરિકામાં ફ્લોરિડાના આ હાઇસ્કુલમાં થયેલ ફાયરિંગની ઘટનામાં 17 લોકો માર્યા ગયા હતા. સ્કૂલમાં ફાયરિંગ કરતો બંદૂકધારી હુમલાખોર પૂર્વ વિદ્યાર્થી હતો, જેને સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા નીકાળવામાં આવ્યો હતો અને તે ફક્ત 19 વર્ષનો હતો.

આ ફાયરિંગમાં પોતાનો જીવન બચાવનારી સિડનીના સંબંધીઓ અને મિત્રોના જણાવ્યા પ્રમાણે તેણે ગયા અઠવાડીએ આત્મહત્યા કરી હતી. ગયા વર્ષે મારર્જરી સ્ટોનમેન ડગલસ હાઇસ્કુલમાં ખાતે ફાયરિંગમાં 17 વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફની હત્યા થઈ હતી, સિડની એઇલો તે શાળાના સિનીયર વિદ્યાર્થી હતી. આ ફાયરિંગમાં તેના મિત્ર મેડિ પોલાક પણ માર્યો ગયો હતો.

મેડિ પોલાકના ભાઈ હંટર પોલકે ટ્વિટ કરતા લખ્યું, “ખુબસૂરત સિડની જેનું ભવિષ્ય ખુબ જ શાનદાર હતું, તે ખૂબ જ જલ્દી અમારાથી દૂર થઇ ગઈ છે. આ ખુબ જ દુ:ખદ છે કે આજે પાર્કલેન્ડમાં વધુ એક સુંદર અને યુવાને દફનાવવામાં આવશે. અમારા સમાજ માટે વધુ એક દુ:ખદ દિવસ. ‘

https://twitter.com/PollackHunter/status/1109235142848057344

ધ બ્રોવર્ડ કાઉન્ટી મેડીકલ એક્ઝામિનર ઑફિસના જણાવ્યા પ્રમાણે, સિડની એઇલોની મોત માથામાં ગોળી વાગવાથી થઇ. સિડનીની માતા કારાએ સ્થાનિક મીડિયાને કહ્યું કે તેની પુત્રી શાળામાં હતી ત્યારે 19 વર્ષના એક વિદ્યાર્થીએ ફાઈરિંગ કર્યું હતું. તે આ આઘાતથી તે બહાર નીકળી શકી નહોતો અને તેને અકસ્માતના તણવથી બહાર નીકળવા માટે ઈલાજ ચાલી રહ્યો હતો અને તાજેતરમાં તેના આ તણાવ દૂર કરવા બદલ તેની સારવાર કરવામાં આવી હતી.

મીડિયાના જણાવ્યા પ્રમાણે, કારાએ કહ્યું હતું કે સિડની એઇલોને કોલેજમાં ક્લાસ કરવામાં ખુબ જ સંઘર્ષ કરવો પડતો હતો કારણ કે તેને હંમેશાં એ ડર રહેતો હતો કે તેના ક્લાસમાં ફરી એક અકસ્માત થઈ શકે છે. તેણી સતત ઉદાસ રહેતી હતી, પરંતુ તેણે આત્મહત્યા કરી તે પહેલાં, તેણે ક્યારેય કોઈની મદદ માંગી નહોતી.