Not Set/ હોટલમાં દીકરી સાથે 12 છોકરાઓએ કર્યો ગેંગરેપ, માતાએ કહ્યું- જજે લીધો બદલો

19 વર્ષીય યુવતીએ આરોપ લગાવ્યો કે હોટલમાં 12 છોકરાઓએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. સાયપ્રસના આ કેસમાં સ્થાનિક અદાલતના ન્યાયાધીશ મિશેલિસ એન્ડ્રીસે યુવતીને ખોટા આક્ષેપો કરવા બદલ દોષી ઠેરવી હતી. દોષિત ઠેરવ્યા બાદ મહિલાને એક વર્ષની સજા થઈ શકે છે. પરંતુ બ્રિટિશ યુવતીની માતાએ આ નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે ન્યાયાધીશે […]

World
aaaamaya 7 હોટલમાં દીકરી સાથે 12 છોકરાઓએ કર્યો ગેંગરેપ, માતાએ કહ્યું- જજે લીધો બદલો

19 વર્ષીય યુવતીએ આરોપ લગાવ્યો કે હોટલમાં 12 છોકરાઓએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. સાયપ્રસના આ કેસમાં સ્થાનિક અદાલતના ન્યાયાધીશ મિશેલિસ એન્ડ્રીસે યુવતીને ખોટા આક્ષેપો કરવા બદલ દોષી ઠેરવી હતી. દોષિત ઠેરવ્યા બાદ મહિલાને એક વર્ષની સજા થઈ શકે છે. પરંતુ બ્રિટિશ યુવતીની માતાએ આ નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે ન્યાયાધીશે બદલોની ભાવનામાં નિર્ણય આપ્યો હતો.

યુવતીની માતાએ કહ્યું છે કે તે ચુકાદા સામે અપીલ કરવામાં તે તેમની પુત્રીને મદદ કરશે. જ્યારે ગાર્ડિયનના અહેવાલ મુજબ, મહિલાના સાઇકોલોજીસ્ટએ કહ્યું છે કે, ન્યાયાધીશે કેસની સુનાવણી દરમિયાન પીડિતાની પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરને ધ્યાનમાં લીધી નથી.

બ્રિટિશ યુવતીએ જણાવ્યું કે તે જુલાઈમાં રજા પર સાયપ્રસ ગઈ હતી. દરમિયાન 12 ઇઝરાઇલ યુવકોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

આ અગાઉ યુવતીએ કહ્યું હતું કે સાયપ્રસ પોલીસે તેને સ્વીકાર કરવા માટે મજબૂર કરી હતી કે તેણે આ ઘટના અંગે ખોટું બોલી હતી.

આ કેસના ખુલાસા બાદ પોલીસે 12 આરોપી છોકરાઓની ધરપકડ કરી હતી, પરંતુ બાદમાં તેઓને છોડવામાં આવ્યા હતા. આ પછી, સાઈપ્રસ પોલીસે જુઠ્ઠાણું બોલીને યુવતીની ધરપકડ કરી હતી. તે જ સમયે, મહિલાના વકીલોએ પણ સંકેત આપ્યો છે કે તેઓ આ કેસમાં યુરોપિયન માનવ અધિકારની અદાલતમાં અપીલ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.