Not Set/ અજબ ગજબ/ આ કૂતરાના કપાળ પર છે પૂંછડી, લોકો માંગી રહ્યા છે દત્તક

અમેરિકાના મિસૌરીમાં 10 અઠવાડિયાંથી એક કૂતરો તેના વિચિત્ર દેખાવને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. તેના કપાળ પર પૂંછડી છે. રેસ્ક્યુ ઓર્ગનાઈઝેશન મેક્સ મિશનને તેને જમાવી દે તેવી ઠંડીમાં રસ્તા પર પડેલો જોયો હતો. આ પછી મિશનના લોકો તેને તેમની સાથે લઈ ગયા. આ કૂતરાના પગમાં પણ ઈજા થઈ હતી. તેની સાથે એક […]

World
maya 3 અજબ ગજબ/ આ કૂતરાના કપાળ પર છે પૂંછડી, લોકો માંગી રહ્યા છે દત્તક

અમેરિકાના મિસૌરીમાં 10 અઠવાડિયાંથી એક કૂતરો તેના વિચિત્ર દેખાવને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. તેના કપાળ પર પૂંછડી છે. રેસ્ક્યુ ઓર્ગનાઈઝેશન મેક્સ મિશનને તેને જમાવી દે તેવી ઠંડીમાં રસ્તા પર પડેલો જોયો હતો. આ પછી મિશનના લોકો તેને તેમની સાથે લઈ ગયા.

આ કૂતરાના પગમાં પણ ઈજા થઈ હતી. તેની સાથે એક અન્ય કૂતરો પણ હતો, જેને મિશન માણસોએ તેને પણ સાથે લઇ ગયા હતા.માથા પર પૂંછડીવાળા આ કૂતરાને મિશનના લોકો દ્વારા ‘નારવલ ધ લીટલ મેજિકલ ફરી યુનિકોર્ન’ નામ આપવામાં આવ્યું છે. જ્યારે તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી ત્યારે તે તરત જ વાયરલ થઈ ગઈ અને જોત-જોતાંમાં જ તે સેલિબ્રિટી બની ગયો. મેક્સ મિશન તેની સંપૂર્ણ કાળજી લઈ રહ્યું છે.

કપાળ પર પૂંછડીવાળા આ કૂતરા નારવલને પ્રાણીઓની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. તે સંપૂર્ણ સ્વસ્થ હતો. તેના પેટમાં કેટલાક જંતુઓ મળી આવ્યા હતા, જેના માટે તેને દવા આપવામાં આવી હતી. હવે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. લોકો સવાલ કરી રહ્યા છે કે શું આ પૂંછડી ખસી શકે છે.

ડોક્ટરો કહે છે કે પૂંછડી સામાન્ય છે, પરંતુ ખસેડી શકતી નથી. શું પૂંછડી દૂર થશે? કેટલાક લોકોએ પૂછ્યું કે પૂંછડી કાઢી નાખવામાં આવશે કે કેમ? તેની તપાસ કરતા ડોક્ટરોએ કહ્યું કે પૂંછડીને કાઢવાનું કોઈ કારણ નથી. તે ઓપરેશન દ્વારા દૂર કરી શકાય છે, પરંતુ પૂંછડી રાખીને તે એકદમ સુંદર લાગે છે. તેને આ સાથે કોઈ સમસ્યા નથી. તે એક સામાન્ય કૂતરા જેવું જ છે.

ઘણા લોકો આ કૂતરાને દત્તક લેવા માંગે છે. રોજ ઘણા લોકો આ માટે મિશનનો સંપર્ક કરી રહ્યાં છે, પરંતુ મિશનના લોકો કહે છે કે તેઓ હમણાં કોઈને આપી શકતા નથી. અત્યારે તેને મેક્સ મિશનમાં રાખવામાં આવશે અને તે જોવામાં આવશે કે આ પૂંછડીને કારણે જ્યારે મોટો થાય ત્યારે તેને કોઈ તકલીફ  થશે નહી. જો કે સોશિયલ મીડિયા પર નારવલની ફેન ફોલોઇંગ સતત વધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.