Not Set/ યોગ ગુરુ રામદેવે PM મોદીને લઇને જનતાને આપી આ સલાહ, 2024 સુધી…

દેશમાં આવી ચુકેલી આર્થિક મંદીને દૂર કરવાનાં સરકારનાં કોઇ પણ પગલા આજે દેખાઇ રહ્યા નથી. સરકાર આજે માત્ર સીએએ, એનઆરસી અને હવે દિલ્હી ચૂંટણીને લઇને જાહેર મંચો પર ચર્ચાઓ કરી રહી છે. પણ કોઇનું ધ્યાન દેશમાં વદી રહેલી મોંઘવારી અને બેરોજગારી પર નથી દેખાઇ રહ્યુ. પરંતુ એક શખ્સ છે જે સરકારની નજીક હોવાનુ ઘણીવાર ચર્ચાઇ […]

Top Stories India
modi and ramdev યોગ ગુરુ રામદેવે PM મોદીને લઇને જનતાને આપી આ સલાહ, 2024 સુધી...

દેશમાં આવી ચુકેલી આર્થિક મંદીને દૂર કરવાનાં સરકારનાં કોઇ પણ પગલા આજે દેખાઇ રહ્યા નથી. સરકાર આજે માત્ર સીએએ, એનઆરસી અને હવે દિલ્હી ચૂંટણીને લઇને જાહેર મંચો પર ચર્ચાઓ કરી રહી છે. પણ કોઇનું ધ્યાન દેશમાં વદી રહેલી મોંઘવારી અને બેરોજગારી પર નથી દેખાઇ રહ્યુ. પરંતુ એક શખ્સ છે જે સરકારની નજીક હોવાનુ ઘણીવાર ચર્ચાઇ ચુક્યુ છે, જેણે આ મુદ્દે સરકારને સલાહ આપી છે, તે છે યોગ ગુરુ બાબા રામદેવ.

નાગરિકતા સુધારો અધિનિયમનો વિરોધ દેશભરમાં થઇ રહ્યો છે અને તેમાં વિદ્યાર્થીઓની ભાગીદારી અંગે યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું છે કે, આંદોલનનું કામ બેરોજગારો પર છોડી દેવું જોઈએ. દેશમાં પ્રદર્શનને કારણે અરાજકતા ફેલાઈ છે. જ્યારે આઝાદીનાં નારા લગાવતા જિન્નાનાં નારાઓએ લાગે ત્યારે તે ખોટુ છે. વિદ્યાર્થીઓએ તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

બાબા રામદેવે કહ્યું કે, 2024 સુધી મોદીજીને થોડી તક આપવી જોઈએ. જ્યારે આ પ્રકારનું વાતાવરણ સર્જાય છે, ત્યારે દેશ બદનામ થાય છે. દેશમાં મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યા છે. તેમણે કહ્યું કે, આપણા દેશને 5 વર્ષમાં ખાદ્યતેલોમાં આત્મનિર્ભર બનવું જોઈએ. 2 લાખ કરોડનો ખર્ચ આમાં જ કરવામાં આવે છે. તેમણે તે પણ સવાલ ઉઠાવ્યો કે મલેશિયાનાં રાષ્ટ્રાધ્યક્ષ કેમ આપણા આંતરિક બાબતોમાં દખલ કરે છે.

બાબા રામદેવે કહ્યું કે, તેઓ દિલ્હી એનસીઆરમાં વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટી બનાવશે. તેમણે કહ્યું કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તીનાં નામે અમે કોઈની સાથે ભેદભાવ રાખ્યો નથી. અમે બધાને સમાન અધિકાર આપ્યો છે. તેમણે કહ્યું કે, અમેરિકાનાં લોકોને ગર્વ છે કે તેઓ અમેરિકાનાં નાગરિક છે અને અહીં ભારતમાં દુષ્કર્મ અને હત્યા થાય છે. આપણે વસ્તી વિશે પણ વિચારવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.