આરોગ્ય/ યોગાસનથી બ્લડપ્રેસર કંટ્રોલ થશે

બ્લડપ્રેશરને કંટ્રોલ કરશે અને કોરોનાકાળમાં પણ ડિપ્રેશનથી દુર રાખશે યોગા

Health & Fitness
yoga યોગાસનથી બ્લડપ્રેસર કંટ્રોલ થશે

આજના માહોલમાં લોકોને સહજ રીતે બ્લડ પ્રેસરની બીમારી થઇ જતી હોય છે. હાઇપરટેન્શનના લીધે આ બીમારી દીન-પ્રતિદીન વધી રહી છે. બ્લડ પ્રેસરને કંટ્રોલ કરવા માટે લોકો ડાયટ  સાથે મોંઘી દવાનો ઉપયોગ કરે છે તેમ છતા પણ  બ્લડ પ્રેસર કંટ્રોલ કરવામાં મુશકેલી થતી હોય છે. વર્તમાન સમયમાં દરેક વ્યક્તિનું જીવનતણાવભર્યુ થઇ ગયુ છે. પરંતુ આ બીમારીને યોગથી કંટ્રોલ કરી શકાય છે.

yoga1 યોગાસનથી બ્લડપ્રેસર કંટ્રોલ થશે

હાઇપરટેન્શનના લીધે આ બીમારી દીન-પ્રતિદીન વધી રહી છે. બ્લડ પ્રેસરને કંટ્રોલ કરવા માટે લોકો ડાયટ  સાથે મોંઘી દવાનો ઉપયોગ કરે છે

યોગના ઇન્સટ્રકટર સોનિકા શર્મા કહે છે પાંચ એવા યોગાસન છે જેનાથી બ્લડ પ્રેસર કંટ્રોલમાં આવી શકે છે. નિયમિત યોગાસન કરવામાં આવે તો બ્લડ પ્રેસર કંટ્રોલમાં રહે છે. બ્લડ પ્રેસરને કંટ્રોલ કરવા માટે શિશુઆસન, વજ્રાસાશન, પશ્વિમોતાસન, જાનુશીરાસન અને બંધકોનાસન યોગાસન કરવા જોઇએ. યોગાસનથી તણાવમુક્ત અને માઇડ ફ્રેશ રહે છે. જો આ પાંચ યોગાસન કરવામાં આવે તો બ્લડ પ્રેસર કંટ્રોલમાં રહે છે.

આપણા તો ઋષિમુનિઓ પણ યોગના સહારે જ જીવન જીવતા હતા. તો બલ્ડ પ્રેશર માટે દવા નહીં યોગને પસંદ કરો

yoga 2 યોગાસનથી બ્લડપ્રેસર કંટ્રોલ થશે

મોંઘી દવા અને ડાયટથી બ્લડ પ્રેસર કંટ્રોલ કરતાં યોગાસનથી કંટ્રોલ કરવું હિતાવહ છે. યોગ કરવાથી તમારા જીવનમાં સ્કુર્તિ અને તાજગી અનુભવી શકો છો શરીર પણ સારૃ રહેશે અને અનેક બીમારીઓથી બચી જશો. યોગ કરીને શરીરને સાચવવું જોઇએ. આપણા તો ઋષિમુનિઓ પણ યોગના સહારે જ જીવન જીવતા હતા. તો બલ્ડ પ્રેશર માટે દવા નહીં યોગને પસંદ કરો અને એ પણ માત્ર પાંચ યોગ જ કરવાના છે. જે તમારુ બી.પી કંટ્રોલમાં રાખશે.