Not Set/ યોગરાજ સિંહએ રાયડૂને આપી સલાહ, કહ્યુ ફરી શરૂ કરે ક્રિકેટ, ધોની જેવી ગંદકી આગળ નહી મળે જોવા

મહેન્દ્ર સિંહ ધોની વિશે પોતાની બેબાક રાય રજૂ કરતા યુવરાજનાં પિતા યોગરાજ સિંહ એક વાર ફરી ધોની પર શાંબ્દિક પ્રહારો કર્યા છે. વિશ્વકપમાં પોતાની અવગણનાથી નારાજ થયેલા અંબાતી રાયડૂએ ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લઇ લીધુ, જેને લઇને યોગરાજ સિંહએ ધોની પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યુ કે, એક સમયનો મહાન કેપ્ટન સૌરવ ગાંગુલી યુવા ખેલાડીઓને તક […]

Top Stories Sports
Yograj Singh and MS Dhoni યોગરાજ સિંહએ રાયડૂને આપી સલાહ, કહ્યુ ફરી શરૂ કરે ક્રિકેટ, ધોની જેવી ગંદકી આગળ નહી મળે જોવા

મહેન્દ્ર સિંહ ધોની વિશે પોતાની બેબાક રાય રજૂ કરતા યુવરાજનાં પિતા યોગરાજ સિંહ એક વાર ફરી ધોની પર શાંબ્દિક પ્રહારો કર્યા છે. વિશ્વકપમાં પોતાની અવગણનાથી નારાજ થયેલા અંબાતી રાયડૂએ ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લઇ લીધુ, જેને લઇને યોગરાજ સિંહએ ધોની પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યુ કે, એક સમયનો મહાન કેપ્ટન સૌરવ ગાંગુલી યુવા ખેલાડીઓને તક આપતો હતો જ્યારે ધોની આવુ નથી કરી રહ્યો.

dc Cover gka1lht8k35oel3afcq1nin4s7 20160328115106.Medi યોગરાજ સિંહએ રાયડૂને આપી સલાહ, કહ્યુ ફરી શરૂ કરે ક્રિકેટ, ધોની જેવી ગંદકી આગળ નહી મળે જોવા

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

યોગરાજ સિંહએ કહ્યુ કે, અંબાતી રાયડૂને ક્રિકેટથી વિદાઇ લેવાની જરૂર નહોતી, તેણે હજુ રમવાની જરૂર હતી. તે હજુ પણ ખૂબ સારુ ક્રિકેટ રમી શકે છે. તેમણે કહ્યુ કે, રાયડૂ મારા દિકરા તે ઘણી ઉતાવળમાં આ નિર્ણય લઇ લીધો. તેણે હવે ક્રિકેટ મેદાનમાં ફરી પરત થવુ જોઇએ અને પોતાના ટેલેન્ટને બતાવવુ જોઇએ. રાયડૂને ક્રિકેટ મેદાનમાં પરત આવવાનું કહેતા યોગરાજ સિંહે તેને સલાહ આપી કે, તુ પરત આવીજા, એમ એસ ધોની જેવા લોકો હંમેશા નથી રહેતા. તેના જેવી ગંદકી હંમેશા નથી રહેતી.

ambati યોગરાજ સિંહએ રાયડૂને આપી સલાહ, કહ્યુ ફરી શરૂ કરે ક્રિકેટ, ધોની જેવી ગંદકી આગળ નહી મળે જોવા

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

ઉલ્લેખનીય છે કે, અંબાતી રાયડૂએ વિશ્વકપમાં જગ્યા ન મળવાને કારણે થોડા દિવસ પહેલા ક્રિકેટ જગતથી સંન્યાસ લઇ લીધુ હતુ. તેટલુ જ નહી રાયડૂને ત્યારે વધારે દુઃખ થયુ જ્યારે શિખર ધવન અને વિજય શંકરને ઈજા  થવાના કારણે વિશ્વકપથી બહાર જવુ પડ્યુ અને બાદમાં તેની અવગણના કરવામા આવી. શિખર ધવનનાં અંગૂઠાની ઈજાનાં કારણે વિશ્વકપથી બહાર થઇ ગયા બાદ ભારતીય ટીમ મેનેજમેન્ટે ઋષભ પંતને પસંદ કર્યો હતો. ત્યારબાદ ઓલરાઉન્ડર વિજય શંકરનાં પગની આંગળીમાં ફ્રેક્ચર થવાના કારણે તેને પણ બહાર નિકળવુ પડ્યુ હતુ જે પછી ટીમમાં તેની જગ્યાએ મયંક અગ્રવાલને પસંદ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન