જુનાગઢ/ કેશોદમાં ટ્રકમાં ગાયોને નિર્દયતાથી ભરીને લઈ જતાં 2 શખ્સની અટકાયત કરાઇ

માંગરોળના સરસાલી ગામથી છ બળદો ટ્રકમાં બાંધી ફરતી તાલપત્રી બાંધેલી હાલતમાં કોઈને ધ્યાનમાં ન આવે એ રીતે આયોજનબદ્ધ તસ્કરી ઝડપાઈ છે.

Gujarat
Untitled 304 1 કેશોદમાં ટ્રકમાં ગાયોને નિર્દયતાથી ભરીને લઈ જતાં 2 શખ્સની અટકાયત કરાઇ

  ગુજરાત રાજ્યમાં  તેમાં  પણ ખાસ કરીને પશુઓના કત્લ અને હેરકાયદેસર હેરફેરીના બનાવો વધતાં  જોવા મળી રહે છે  ત્યારે  જુનાગઢના કેશોદના ચાદીગઢ પાટીએ શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતાં ગાયોની ગેરકાયદેસર હેરાફેરી ઝડપાઈ છે. જેમાં તસ્કરોને જુનાગઢ જિલ્લા ગૌરક્ષા સમિતિનાં કાર્યકરો દ્વારા ઝડપી પાડી કેશોદ પોલીસને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સોંપવામાં આપવી છે .

 જેમાં કેશોદ શહેર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાંથી લાગું પડતાં જુદા-જુદા માર્ગો પરથી શહેરી વિસ્તારમાં સહેલાઈથી આવજા થઈ શકતી હોય ગેરકાયદેસર હેરાફેરી કરતાં શખ્સો રાત્રીના વાહનો મારફતે સરેઆમ તસ્કરી કરે છે જેને રોકવા કોઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. ત્યારે આ બનાવ બનતા તંત્ર સામે પ્રશ્નો વધુ  વિકટ થતાં જોવા મળી રહયા છે .

આ પણ વાંચો ;કચ્છ / કેન્દ્રીય એટમિક એનર્જીની ટીમ મુંદ્રા પોર્ટ મોકલાઇ, શંકાસ્પદ વસ્તુઓ સાથે ચીનનું શિપ ઝડપાયું હતું

જુનાગઢ ગૌરક્ષા સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોને મળેલી માહિતીનાં આધારે તેઓ સમીસાંજેથી તપાસમાં હતાં ત્યારે માંગરોળ તાલુકાના સરસાલી ગામથી ગોવંશ બળદો ભરેલ ટ્રક નં. GJ-10-V-5972 નો પીછો કરી કેશોદના ચાંદીગઢ પાટિયા પાસે . કેશોદ પોલીસ દ્વારા ગુનો નોંધી ટ્રક ડ્રાઈવર મેરામભાઈ ભારાઈ અને રમેશભાઈ સિહોરા બન્ને રહેવાસીની અટકાયત કરાઇ હતી.

 મળતી માહિતી મુજબ માંગરોળના સરસાલી ગામથી છ બળદો ટ્રકમાં બાંધી ફરતી તાલપત્રી બાંધેલી હાલતમાં કોઈને ધ્યાનમાં ન આવે એ રીતે આયોજનબદ્ધ તસ્કરી ઝડપાઈ છે. આ ગેરકાયદેસર હેરાફેરી કરી ગોવંશ બળદોને મહારાષ્ટ્રનાં શિરડી નજીક કતલખાને લઈ જવાતાં હતાં ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનમાં ઝડપાઈ જતાં છ અબોલ જીવો બચાવી શકાય છે. કેશોદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો ;શેરબજાર / કોરોનાના નવા વેરિઅન્ટની શેરબજાર પર અસર,સેન્સેક્સમાં 1687 પોઈન્ટનો કડાકો